શોધખોળ કરો
Advertisement
ટીમ ઇન્ડિયાના કયા બે ખેલાડીઓ હૉટલની ગેલેરીમાં જ રમવા મંડી પડ્યા ક્રિકેટ? જાણો વિગતે
વીડિયોમાં પંત ગ્લૉવ્ઝ પહેરીને કીપિંગ કરી રહ્યો છે, વળી કુલદીપ યાદવ પોતાના સ્પિનના જાદુને બતાવી રહ્યો છે. બન્ને ખેલાડીઓએ મેચ અગાઉ જબરદસ્ત પ્રેક્ટિસ કરી હતી
નવી દિલ્હીઃ ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસે છે. પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ, આજે બીજી વનડે મેચ રમાવવાની છે. જોકે વરસાદના કારણે પ્રેક્ટિસમાં ખલેલ પહોંચી રહી હતી. મેચ પહેલા યુવા વિકેટકીપર ઋષભ પંત અને સ્પિનર કુલદીપ યાદવે હૉટલની ગેલેરીમાં પ્રેક્ટિસ કરવાનુ શરૂ કર્યુ હતુ, આનો એક વીડિયો ઋષભ પંતે શેર કર્યો છે.
ખાસ વાત એ છે કે, ભારતીય ટીમ બીજી વનડેની બેસબ્રીથી ઇન્તજાર કરી રહી છે. ટી20 મેચમાં તાબડતોડ બેટિંગ કરીને ફોર્મમાં આવેલા ઋષભ પંતને વનડેમાં પણ કંઇક ખાસ કરવાનુ પ્લાનિંગ છે, જેને લઇને તેને પ્રેક્ટિસ કરી હતી. વરસાદના કારણે મેદાન પર પ્રેક્ટિસ ના કરી શક્યા હોવાથી હૉટલની ગેલેરીમાં જ કુલદીપ યાદવ સાથે ગેલેરી પીચ બનાવીને પ્રેક્ટિસ કરી હતી.
વીડિયોમાં પંત ગ્લૉવ્ઝ પહેરીને કીપિંગ કરી રહ્યો છે, વળી કુલદીપ યાદવ પોતાના સ્પિનના જાદુને બતાવી રહ્યો છે. બન્ને ખેલાડીઓએ મેચ અગાઉ જબરદસ્ત પ્રેક્ટિસ કરી હતી.
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement