આ પાંચ કેચમાં સૌથી શાનદાર કેચ વોક્સનો હતો. હાર્દિક પંડ્યાની ઓવરમાં પંતે પોતાનાથી વિરુદ્ધ દિશામાં જતા બોલને જમ્પ મારીને જમણા હાથે પકડ્યો કર્યો હતો. નોંધનીય છે કે પંત ડાબોડી બેટ્સમેન છે.
4/4
નોટિંઘમઃ ત્રીજી ટેસ્ટમાં દિનેશ કાર્તિકના સ્થાને ટીમમાં સમાવવામાં આવેલા રિષભ પંતે ડેબ્યૂ ટેસ્ટમાં 5 કેચ લઈને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. ડેબ્યૂ મેચમાં 5 કેચ લેનારો તે ભારતનો પ્રથમ વિકેટકિપર બની ગયો છે.ટેસ્ટ ડેબ્યૂમાં 5 કે તેથી વધારે કેચ પકડનારો પંત વિશ્વનો ત્રીજો વિકેટકિપર છે. પંતે બેટિંગમાં પણ ટેસ્ટ કરિયરમાં રન બનાવવાની શરૂઆત સિક્સ મારીને કરી હતી. ટેસ્ટ ક્રિકેટની ઇતિહાસમાં આમ કરનારો પંત પ્રથમ ભારતીય હતો.