શોધખોળ કરો
Advertisement
ભારતના આ ખેલાડીએ ચાલુ મેચે કેમેરા સામે જોઇને આપી ગાળ ને પછી કહ્યું.........
રોહિત મેચ બાદ કહ્યું કે હવુ હું ખાસ ધ્યાન રાખીશ કે મેદાન પર કેમેરો ક્યાં છે. હું મેદાન પર હવે ક્યારેય અપશબ્દો નહીં બોલુ
નાગપુરઃ ભારતે બાંગ્લાદેશ સામે નાગપુરમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ટી20 મેચ જીતીને સીરીઝ પર 2-1થી કબજો જમાવી દીધો, વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્માએ સીરીઝમાં કેપ્ટનશીપ કરી હતી. સીરીઝમાં સારુ પ્રદર્શન છતાં ભારતીય ટીમ માટે કેમેરામાં એક શરમજનક ઘટના કેદ થઇ ગઇ.
ખરેખરમાં, રાજકોટમાં રમાયેલી બીજી ટી20 મેચમાં બન્યુ એવુ કે, કેપ્ટન રોહિત શર્મા એમ્પાયરના એક નિર્ણયથી ગુસ્સે થઇ ગયો હતો. આ દરમિયાન રોહિતે કેમેરાની સામે જોઇને ગાળ આપી હતી. આ આખી ઘટના કેમેરામાં કેદ થઇ ગયા બાદ રોહિતને ખબર પડી ત્યારે, તેને કહ્યું કે, હવે હું આવુ ક્યારેય નહીં કરુ.
રોહિત મેચ બાદ કહ્યું કે હવુ હું ખાસ ધ્યાન રાખીશ કે મેદાન પર કેમેરો ક્યાં છે. હું મેદાન પર હવે ક્યારેય અપશબ્દો નહીં બોલુ.
ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માએ અગાઉ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં પણ કેમેરા સામે આવોજ ભાષા પ્રયોગ કર્યો હતો. રોહિતની આપત્તિજનક ભાષા સ્ટમ્પ કેમેરામાં કેપ્ચર થઇ ગઇ હતી.
રોહિતે કહ્યું કે, હું મેદાન પર વધારે ભાવુક થઇ જાઉં છું, એમ્પાયરના નિર્ણય સામે મને ગુસ્સો આવ્યો અને હું આ કામ કરી બેસ્યો હતો. ક્યારેય ક્યારેય અમે વધારે ભાવુક થઇ જઇએ છીએ. પણ હવે નેક્સ્ટ ટાઇમ હું ધ્યાન રાખીશ કે કેમેરો ક્યાં છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ ટી20માં રોહિત શર્માએ 43 બૉલમાં 85 રનની ધમાકેદાર ઇનિંગ રમીને મેચ જીતાડી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement