સાથે-સાથે સચિને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જનારી ભારતીય ટીમને શુભકામનાઓ પણ આપી હતી. ગુરૂમંત્ર આપતા સચિને કહ્યું, કાંગારૂઓને તેની ધરતી પર હરાવવા માટે આનાથી સારી તક ક્યારેય નહી મળે.
2/4
પસંદગીકારો પર સવાલ ઉઠાવતા સચિને કહ્યું, મુખ્ય નિર્ણય પર હું તેમની માનસિક્તા નથી સમજી રહ્યો. પરંતુ ડ્રસિંગ રૂમમાં કેપ્ટન, કોચ અને પસંદગીકારો સાથે થયેલી વાતચીત માત્ર તેઓ જ જાણી શકે છે. એવામાં જે નિર્ણય કરવામાં આવ્યો છે તેનાથી દેશને ફાયદો થવો જોઈએ.
3/4
સચિને કહ્યું, ટીમ ઈન્ડિયાને એકાદ બદલવાની જરૂર પડે પરંતુ આપણી પાસે એક સારી ટીમ છે. ધોની હંમેશા ત્રણેય ફોર્મેટમાં સારૂ યોગદાન આપતો આવ્યો છે. તે જાણે છે કે કઈ રીતે કામ કરવું છે અને કઈ રીતે યોગદાન આપી શકાય છે.
4/4
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા ભલે વન ડે સીરીઝમાં વેસ્ટઈન્ડિઝ સામે ઐતિહાસિક જીત મેળવી હોય પરંતુ એક સવાલ અત્યાર સુધી દરેક ક્રિકેટના ફેન્સને ચોંકાવી રહ્યો છે, એમ એસ ધોનીની ટી20માંથી હકાલપટ્ટી. ખરાબ ફોર્મના કારણે ધોનીને ડેબ્યૂ બાદ પ્રથમ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો. ત્યારે હવે આ મામલે સચિન તેંડૂલકરનું નિવેદન સામે આવ્યું છે.