શોધખોળ કરો
Advertisement
ભારતના પૂર્વ બેટ્સમેન અને પસંદગીકાર મનમોહન સુદનું નિધન, જાણો વિગત
સુદ ભારત તરફથી માત્ર એક જ ટેસ્ટ રમ્યા હતા. 1960માં રિચી બેનોના નેતૃત્વ હેઠળની ઓસ્ટ્રેલિયા સામે મદ્રાસમાં ટેસ્ટ રમ્યા હતા. આ મેચમાં ભારતનો ઈનિંગ અને 55 રનથી પરાજય થયો હતો.
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને રાષ્ટ્રીસ પસંદગીકર્તા મનમોહન સુદનું રવિવારે સવારે 80 વર્ષની વયે અવસાન થયું હતું. સુદે 1957માં દિલ્હીના ફિરોઝશાહ કોટલામાં સર્વિસેઝ સામે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યુ હતું. 1964માં શ્રીનગરમાં તેઓ જમ્મુ-કાશ્મીર સામે અંતિમ વખત રણજી ટ્રોફીમાં રમ્યા હતા.
સુદ ભારત તરફથી માત્ર એક જ ટેસ્ટ રમ્યા હતા. 1960માં રિચી બેનોના નેતૃત્વ હેઠળની ઓસ્ટ્રેલિયા સામે મદ્રાસમાં ટેસ્ટ રમ્યા હતા. આ મેચમાં ભારતનો ઈનિંગ અને 55 રનથી પરાજય થયો હતો. મેચની પ્રથમ ઈનિંગમાં તેમણે શૂન્ય અને બીજી ઈનિંગમાં 3 રન બનાવ્યા હતા. 39 ફર્સ્ટ ક્લાસમાં મેચમાં તેમણે એક સદીની મદદથી 1214 રન બનાવ્યા હતા.
સુદને યાદ કરતાં ભારતના પૂર્વ બેટ્સમેન ચંદુ બોર્ડેએ કહ્યું, 1985-86માં સિલેક્શન કમિટીમાં તે મારો શાનદાર સાથી હતો. ઉપરાંત તે સારો બેટ્સમેન પણ હતા. દિલ્હી એન્ડ ડિસ્ટ્રીક્ટ એસોસિએશન (DDCA)માં તેઓ એડમિનિસ્ટ્રેટર પણ હતા. પરીક્ષા પે ચર્ચાઃ કુંબલે અને લક્ષ્મણ-દ્રવિડના ઉદાહરણ દ્વારા પીએમ મોદીએ વિદ્યાર્થીઓને શું કહ્યું ? જાણો વિગતે ICC ODI રેન્કિંગઃ ટોપ-10 ઓલરાઉન્ડર્સમાં જાડેજાનો થયો સમાવેશ, જાણો કેટલામો છે નંબરFormer India batsman and national selector Man Mohan Sood has passed away at the age of 80. R.I.P. pic.twitter.com/jvCqKPC99d
— ICC (@ICC) January 20, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement