શોધખોળ કરો
Advertisement
ICC ટેસ્ટ ચેમ્પિયનશીપ પોઇન્ટ ટેબલમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડની 2-2 જીત છતાં ટીમ ઈન્ડિયા નંબર વન, જાણો કેવી રીતે
આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં દરેક ટેસ્ટ શ્રેણીમાં બંને ટીમો વચ્ચે કુલ 120 પોઈન્ટની ફાળવણી કરવામાં આવી છે. જેની સીરિઝમાં મેચની સંખ્યા મુજબ જીત, ડ્રો પ્રમાણે ફાળવણી કરવામાં આવે છે.
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા વચ્ચેની 5 મેચની એશિઝ સીરિઝ 2-2થી બરાબર થઈ હોવા છતાં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં ભારત ટોપ પર છે. ટીમ ઈન્ડિયા 120 પોઈન્ટ સાથે ટોપ પર છે, જ્યારે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બે-બે જીત સાથે ચોથા અને પાંચમાં નંબર પર છે. બંને ટીમોનો 56-56 પોઈન્ટ છે.
ભારત બાદ ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની ટીમ છે. બંને ટીમો 60-60 પોઇન્ટ સાથે બીજા અને ત્રીજા નંબર પર છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સામેલ 9 ટીમો આ દરમિયાન 9 સીરિઝ રમશે. 9માંથી 6 સીરિઝ ઘરઆંગણે અને ત્રણ સીરિઝ વિદેશમાં રમાશે. આ દરમિયાન ટીમની જીત પ્રમાણે પોઇન્ટ ટેબલમાં અપ-ડાઉન થશે.
ટેસ્ટ ચેમ્પિયનશિપમાં એક ટીમનો પોઈન્ટ સીરિઝ પ્રમાણે છે. જેમકે ભારતને વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ટેસ્ટ જીતવાથી 60 પોઈન્ટ મળ્યા. કારણકે સીરિઝમાં માત્ર બે ટેસ્ટ મેચ હતી. જો બીજી મેચ ડ્રો ગઈ હોત તો બંને ટીમોને 30-30 પોઇન્ટ મળત. આ રીતે જો એક સીરિઝમાં 5 મેચ હોય અને કોઈ એક ટીમ એક મેચ જીતે અને ચાર મેચ ડ્રો જાય તો 24 પોઇન્ટ મળે. આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં દરેક ટેસ્ટ શ્રેણીમાં બંને ટીમો વચ્ચે કુલ 120 પોઈન્ટની ફાળવણી કરવામાં આવી છે.
ભારત 2 મેચ રમ્યું છે અને બંને જીત્યુ છે તેથી તેના 120 પોઈન્ટ છે. જ્યારે ન્યૂઝીલેન્ડ 2માંથી 1 જીત અને 1 હાર તથા શ્રીલંકા પણ 2 મેચમાંથી 1 જીત તથા 1 હાર્યું છે. આ રીતે બંને ટીમના 60-60 પોઇન્ટ છે. જ્યારે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ 5-5 મેચ રમ્યા છે જેમાંથી બંને 2-2 જીત્યા છે જ્યારે એક ડ્રો ગઈ છે. આ રીતે બંને ટીમના 56 પોઇન્ટ છે.
લ્યો બલો, UPમાં પોલીસે બળદગાડાને પણ ફટકાર્યો મેમો, જાણો વિગતે
ધરતી પુત્રો આનંદો, હવામાન વિભાગે કરી મોટી આગાહી
દેવાના ડુંગર તળે દબાઈ રહ્યા છે ભારતીય, 5 વર્ષમાં દેવાદારીમાં થયો અધધ વધારો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement