શોધખોળ કરો
અંડર 19 વર્લ્ડકપઃ ભારતે જાપાનને 10 વિકેટથી હરાવ્યું, જાપાનના 5 બેટ્સમેનો ખાતું પણ ન ખોલી શક્યા
અંડર-19 વર્લ્ડકપમાં ભારતની સતત બીજી જીત. રવિ બિશ્નોઈએ 8 ઓવરમાં 5 રન આપીને 4 વિકેટ ઝડપી.
![અંડર 19 વર્લ્ડકપઃ ભારતે જાપાનને 10 વિકેટથી હરાવ્યું, જાપાનના 5 બેટ્સમેનો ખાતું પણ ન ખોલી શક્યા Under 19 world cup india beat japan by 10 wickets અંડર 19 વર્લ્ડકપઃ ભારતે જાપાનને 10 વિકેટથી હરાવ્યું, જાપાનના 5 બેટ્સમેનો ખાતું પણ ન ખોલી શક્યા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/21201621/ravi.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભારતે અંડર-19 વર્લ્ડ કપમાં જાપાનને 10 વિકેટે હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતા ભારતે જાપાનને 41 રનમાં ઓલઆઉટ કર્યું હતું. આ ટૂર્નામેન્ટનો બીજો સૌથી ઓછો સ્કોર છે. સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ સ્કોટલેન્ડના નામે છે. તે 2004માં ઓસ્ટ્રેલિયા સામે 22 રનમાં ઓલઆઉટ થયું હતું. જવાબમાં ભારતે 4.5 ઓવરમાં વિના વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો હતો. યશસ્વી જાયસ્વાલે 18 બોલમાં 5 ફોર અને 1 સિક્સની મદદથી 29 અને કુમાર ખુશાગ્રએ 11 બોલમાં 2 ફોરની મદદથી 13 રન કર્યા હતા.
પ્રથમ બેટિંગ કરતા જાપાનની શરૂઆત ખરાબ રહી હતી. 20 રનમાં તેમની પાંચ વિકેટ પડી ગઈ હતી. કાર્તિક ત્યાગી અને સ્પિનર રવિ બિશ્નોઇએ સતત બે બોલમાં બે વિકેટ લીધી હતી. કાર્તિકે કેપ્ટન માર્કેટ થર્ગેટ (1), નીલ દાતે (0)ને આઉટ કર્યા હતા. ત્યારબાદ બિશ્નોઇએ શૂ નાગોચી (7) અને કજૂમાશા (0)ની વિકેટ લીધી હતી. બિશ્નોઇએ 8 ઓવરમાં 5 રન આપીને 4 વિકેટ, જયારે ત્યાગીએ ત્રણ અને આકાશ સિંહે 2 વિકેટ લીધી હતી. ભારતે મેચમાં ત્રણ ફેરફાર કર્યા હતા. દિવ્યાંશ સક્સેના, શુભમ હેગડે અને સુશાંત મિશ્રાની જગ્યાએ કુમાર ખુશાગ્ર , શાશ્વત રાવત અને વિદ્યાધર પાટિલને પ્લેઈંગ 11માં જગ્યા મળી હતી.India Under 19 beat Japan Under 19 by ten wickets to register their second successive win in #U19CWC. 👏👏
Report 👉👉https://t.co/3kC3CW0DOG#INDvJPN pic.twitter.com/jDlXqWJLfn — BCCI (@BCCI) January 21, 2020
મેચની ખાસ વાત એ હતી કે જાપાનની ઈનિંગ દરમિયાન કોઈપણ બેટ્સમેન બે આંકડામાં પહોંચી શક્યો નહોતો. તેના 5 બેટ્સમેનો તો ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. જાપાનની ઈનિંગના 42 રનમાંથી 19 રન એકસ્ટ્રા હતા. માતાને બર્થ ડે પર કસીનોમાં લઈ ગયો અક્ષય કુમાર, જણાવી કેમ ખાસ છે જગ્યા, જાણો વિગત અમિત શાહે કહ્યું- 3 મહિનામાં શરૂ થઈ જશે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, જાણો વિગત Hyundai એ લોન્ચ કરી કોમ્પેક્ટ સેડાન Aura, કિંમત 6 લાખ રૂપિયાથી પણ ઓછી, જાણો કેવા છે ફીચર્સWATCH: Ravi Bishnoi scalps four to run through Japan's Under 19 batting order #INDvJPN #U19CWC
Video 📹 here 👇👇https://t.co/Tq8BcfMpMB pic.twitter.com/b8XqRnFfgs — BCCI (@BCCI) January 21, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)