પાકિસ્તાની ટીમે ટી20માં નોંધાવ્યો મોટો રેકોર્ડ, એક વર્ષમાં કર્યુ એવુ જે કોઇ ટીમ ના કરી શકી, જાણો વિગતે
વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ સોમવારે પહેલી ટી20 મેચમાં 63 રનોથી જીતની સાથે જ પાકિસ્તાને એક વર્ષમાં સૌથી વધુ ટી20 આંતરરાષ્ટ્રીય મેચો જીતવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
![પાકિસ્તાની ટીમે ટી20માં નોંધાવ્યો મોટો રેકોર્ડ, એક વર્ષમાં કર્યુ એવુ જે કોઇ ટીમ ના કરી શકી, જાણો વિગતે world record : pakistan team won 18 t20 match in calendar year 2021 પાકિસ્તાની ટીમે ટી20માં નોંધાવ્યો મોટો રેકોર્ડ, એક વર્ષમાં કર્યુ એવુ જે કોઇ ટીમ ના કરી શકી, જાણો વિગતે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/16/5b2cbbc3ae8538fcfbdbba93a705a0d4_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કરાંચીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમે ક્રિકેટમાં એક મોટુ કારનામુ કરી બતાવ્યુ છે, અને આ કારણે તે આઇસીસીના અભિનંદનને પાત્ર બની છે. ખરેખરમાં પાકિસ્તાની ટીમે 2021ના વર્ષમાં ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ સોમવારે પહેલી ટી20 મેચમાં 63 રનોથી જીતની સાથે જ પાકિસ્તાને એક વર્ષમાં સૌથી વધુ ટી20 આંતરરાષ્ટ્રીય મેચો જીતવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
ટી20માં બનાવ્યો મોટો રેકોર્ડ-
હાલનુ ચાલું વર્ષે એટલે કે 2021માં ટી20 ક્રિકેટમાં કોઈપણ ટીમની આ સૌથી વધુ જીત છે. પાકિસ્તાની ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામેની જીત સાથે એક કેલેન્ડર વર્ષમાં 18 ટી20 મેચ જીતીને આ લિસ્ટમા પ્રથમ નંબર પર પહોંચી ગઇ છે. આ પહેલા પાકિસ્તાને વર્ષ 2018માં કુલ 17 ટી20 મેચ જીતી હતી.
Another feat for an OUTSTANDING team:
— Pakistan Cricket (@TheRealPCB) December 13, 2021
Pakistan have beaten their own record (17 wins) set in 2018! 👏👏👏#HumTouKhelainGey pic.twitter.com/29aJpUivxl
---
આ પણ વાંચો
ફરી એકવાર મૃતક વ્યક્તિના નામે કોરોનાની વેક્સિન અપાઈ હોવાનું કૌભાંડ,જાણો શું છે ઘટના
જામનગરમાં ઓમિક્રોનના નોંધાયેલા પ્રથમ દર્દીનો રિપોર્ટ 10 દિવસ બાદ પણ પોઝીટિવ આવતા ચિંતામાં વધારો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)