શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ ફાઈનલ પહેલા ઈંગ્લેન્ડના કેપ્ટને ખોલ્યું ટીમની સફળતાનું ટોપ સીક્રેટ, જાણો શું કહ્યું
મોર્ગને ફાઈનલની પૂર્વ સંધ્યા પર પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, મને લાગે છે કે તે અમને વધારે સકારાત્મક અને આક્રમક બનાવવામાં મદદ કરે છે. તે અમને થોડા સ્માર્ટ બનાવે છે કે અમારે કેવું રમવાનું છે.
લોર્ડ્સઃ પ્રથમ વખથ ચેમ્પિયન બનવાથી માત્ર એક ડગલું દૂર ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમના કેપ્ટન ઈયોન મોર્ગને ટીમની સફળતાને લઈ મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે આક્રમકતા અમારી ટીમની ખાસ વિશેષતા છે અને ન્યૂઝીલેન્ડ સામેની ફાઈનલમાં પણ તેને જાળવી રાખીશું.
મોર્ગને ફાઈનલની પૂર્વ સંધ્યા પર પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, મને લાગે છે કે તે અમને વધારે સકારાત્મક અને આક્રમક બનાવવામાં મદદ કરે છે. તે અમને થોડા સ્માર્ટ બનાવે છે કે અમારે કેવું રમવાનું છે. ઘર આંગણે ફાઈનલ રમવા અંગે તેણે કહ્યું, મને લાગે છે કે આ આરામદાયક છે અને ઘરમાં રમવું શાનદાર છે. હું ફાઈનલને લઈ ઉત્સાહિત છું. અમે આનો આનંદ લેવા ઈચ્છીએ છીએ. આ વિશ્વકપ ફાઇનલ છે અને તેમાં કંઈ પણ થઈ શકે છે.
કેપ્ટને કહ્યું, આ ડ્રેસિંગ રૂમમાં હોવુ મારું અને દરેક ખેલાડી માટે મોટી વાત છે. આ ચાર વર્ષની મહેનત, સમર્પણ અને ઘણી યોજનાઓનું પરિણામ છે. તેણે ન્યૂઝીલેન્ડની ટીમની પ્રશંસા કરતાં કહ્યું, અનેક મેચોમાં 300થી ઓછા સ્કોરને સફળતાપૂર્વક બચાવ્યો છે. લોર્ડ્સ હાઈ સ્કોરિંગવાળું મેદાન નથી. તેથી હું કહેવા માંગીશ કે ફાઈનલ પણ હાઈ સ્કોરિંગ નહીં થાય. અહીંયા કાંટાની ટક્કર જોવા મળશે.
England captain #EoinMorgan on what reaching the #CWC19 final means to his team. Do you think he'll lift the trophy tomorrow? pic.twitter.com/G90F2E41wR
— Cricket World Cup (@cricketworldcup) July 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion