શહેરી વિકાસ વિભાગે લીધેલા નિર્ણય પ્રમાણે ઓલપાડ તાલુકાનાં ભાંડુત, પિંજરત, નરથાણ, આંધી, વેલુક, ઓલપાડ, જાફરાબાદ, ઓરમા, કાછોલ, કાસલા બુરંગ, કાસલાખુર્દ, ગોલા, મોરથાણ,અછારણ, અટોદરા, માધર, ખલીપોર, સિથાણ, કંથરાજ, ઓભલા, ભારૂંડી, સિવાણ, સાયણ, કુદસદ, સ્યાદલા, કારેલી, કન્યાસી, અસનાબાદ સહિતનાં ગામોને સુરત અર્બન ડેલવપમેન્ટ ઓથોરિટી (સુડા)માં નહીં સમાવવા નિર્ણય કર્યો છે. આ ઉપરાંત અન્ય કેટલાંક ગામોનો પણ સુડામાં સમાવેશ નહીં થાય. સોમવારે શહેરી વિકાસ મંત્રાલય દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પડે પછી તે અંગેની સ્થિતી સ્પષ્ટ થશે.
2/5
આ જાહેરાતના પગલે ખેડૂતોએ પ્રંચડ વિરોધ કર્યો હતો એઅને મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે આ મામલે સરકારની ઝાટકણી કાઢી હતી અને તેના કારણે સરકારની હાલત બગડી ગઈ હતી. છેવટે સરકારે પીછેહઠ કરીને સુડામાં પાછળથી ઉમેરવામાં આવેલાં 104 પૈકીનાં 56 ગામોને સુડામાં નહીં સમાવવા નિર્ણય કર્યો છે.
3/5
સુરત જિલ્લાનાં પાંચ તાલુકાનાં 104 ગામોને સુડામાં સમાવવાનો સરકારે નિર્ણય લીધો હતો. આ નિર્ણય સામે વિરોધ વંટોળ ઉભો થયો હતો પણ ગુજરાત સરકાર તેને ઘોળીને પી ગઈ હતી અને ડીસેમ્બર 2015માં સુડા દ્વારા આ 104 ગામોનો સુડા સમાવેશ કરવાનું જાહેરનામું પણ બહાર પાડી દેવાયું હતું.
4/5
આ ગામડાંને સુડામાં સમાવવા સામે ઉગ્ર વિરોધ થયો હતો. 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે ત્યારે આ વિરોધના કારણે ભાજપને ફટકો પડી શકે તેવા ડરના કારણે સરકારે આ નિર્ણય લીધો હોવાનું મનાય છે. ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગે 2015માં સુડાની હદ વધારવાનો નિર્ણય લીધો હતો.
5/5
ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લઈને સુરત અર્બન ડેલવપમેન્ટ ઓથોરિટી (સુડા)માં પાછળથી ઉમેરવામાં આવેલાં 104 પૈકીનાં 56 ગામોને સુડામાં નહીં સમાવવા નિર્ણય કર્યો છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગે શુક્રવારે મોડી રાતે આ નિર્ણય લીધો હતો અને આ અંગે સોમવારે જાહેરનામું બહાર પાડવામાં આવશે.