મૃતકોમાં સુરતના વિકાસ શ્યામભાઇ ગેહલોત (ઉ.વ.28), રિન્કુબેન વિકાસભાઇ ગેહલોત (ઉ.વ.27), આરવ વિકાસભાઇ ગેહલોત (ઉ.વ. 2.5), મીથી વિકાસભાઇ ગેહલોત (ઉ. 4 માસ), અમદાવાદના કૈલાસ જયરામ સોલંકી (ઉ.વ.24), નિશા સંજયભાઇ રાઠોડ (ઉ.વ.30), પરી સંજયભાઇ રાઠોડ (ઉ.વ. 5), યુવી સંજયભા રાઠોડ (ઉ.વ. 3) અને અમદાવાદનાં ઝલકબેન સૌરભભાઇ શાહ (ઉ.વ.30)નો સમાવેશ થાય છે.
6/10
ખુરદો બોલી ગયેલી ફોર્ચ્યુનર કારમાંથી મૃતદેહો બહાર કઢાયા એક 6 મહિનાના બાળકનો મૃતદેહ મળી આવતાં હાજર લોકોની આંખો પણ ભીની થઇ ગઇ હતી. અકસ્માતમાં ચાર માસની મિથી વિકાસ ગેહલોતનો મૃતદેહ અકસ્માતના સ્થળથી 30 મીટર દૂર સુધી ફંગોળાઇ ગયો હતો.
7/10
સુરતનો ગેહલોત પરિવાર પાવાગઢથી દર્શન કરીને પરત ફરતો હતા તે સમયે તેમને આ અકસ્માત નડ્યો હતો. વિકાસભાઇ ગેહલોત સુરતના ટેક્સટાઇલ બિઝનેસમેન છે. આ અકસ્માતના પગલે હાઇવે પર મૃતદેહો ફેંકાયા હતા અને રોડ પર ઠેર-ઠેર લોહીનાં ખાબોચીયાં ભરાઇ ગયાં હતાં.
8/10
પૂરઝડપે જતી કાર બે વાહનો સાથે અથડાયા બાદ રોંગસાઇડ પર ધસી ગઇ હતી. જેને પગલે સામેથી આવતી લકઝરી બસમાં ધડાકાભેર ભટકાયા બાદ પલટી ખાઇ ગઇ હતી. ફોર્ચ્યુનર અને સ્વિફટ કારમાં સવાર મુસાફરો પૈકી 7ના મોત થયા હતા. મૃતકોમાં 4 બાળકો, 3 મહિલાઓ અને 2 પુરુષોનો સમાવેશ થાય છે.
9/10
કરજણની શિવકૃપા હોટલ પાસેના ઓવરબ્રિજ પાસે રાતે 9 વાગ્યાના અરસામાં અકસ્માત સર્જાયો હતો. વડોદરા તરફથી સુરત જતી ફોર્ચ્યુનર કારના ડ્રાઈવરે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેને પગલે કાર પહેલાં સ્વિફટ કારમાં અને ત્યારબાદ બીજી એક કાર સાથે અથડાઇ હતી.
10/10
વડોદરા: નેશનલ હાઈવે નંબર 8 પર કરજણ પાસે રવિવારે રાતે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પાવાગઢ દર્શન કરીને આવતા સુરતના યુવાન બિઝનેસમેન વિકાસ ગેહલોતનો આખો પરિવાર મોતને ભેટ્યો હતો. અમદાવાદના એક પરિવારનાં ત્રણ લોકો પણ આ ઘટનામાં મોતને ભેટતાં કુલ 9 લોકોનાં મોત થયાં હતાં.