ખરાબ સમાચાર! એપ્પલે આઈફોન 16 લોંચ થતાંજ આ આઈફોન મોડલોને બંધ કરી દીધા
Apple iPhone: કંપનીએ તેની સત્તાવાર વેબસાઇટ પરથી ત્રણ ફોન - iPhone 13, iPhone 15 Pro અને iPhone 15 Pro Maxને હટાવી દીધા છે. આ સિવાય કંપનીએ FineWoven કેસ પણ બંધ કરી દીધો છે.
ગઇકાલે Apple એ iPhone 16 લોન્ચ કર્યો છે. કંપનીએ તેના ચાર મોડલ iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max લૉન્ચ કર્યા છે. આ નવી સીરીઝ સાથે કંપનીએ એપલ યુઝર્સને મોટો ઝટકો આપ્યો છે. કંપનીએ કેટલાક જૂના ફોન બંધ કરી દીધા છે. પ્રો અને સ્ટાન્ડર્ડ બંને વેરિઅન્ટ્સ આ સૂચિમાં સામેલ છે. આ સૂચીમાં કંપનીના પોપ્યુલર ફોન પણ સામેલ છે. સાથે કંપનીએ FineWoven કેસ પણ બંધ કરી દીધો છે.
વાસ્તવમાં, દર વર્ષે નવી આઇફોન સિરીઝના લોન્ચિંગ સાથે, કંપની જૂના મોડલને બંધ કરી દે છે. આ વખતે કંપનીએ iPhone 15 Pro અને iPhone 15 Pro Max બંધ કરી દીધા છે. આ સિવાય કંપનીએ વેબસાઈટ પરથી કેટલીક એસેસરીઝ પણ હટાવી દીધી છે.
આ iPhone મોડલ બંધ કરી દેવામાં આવ્યા છે
Appleએ MagSafe વૉલેટનું FineWoven વર્ઝન હટાવી દીધું છે. આ સિવાય કંપનીએ FineWoven કેસ પણ બંધ કરી દીધો છે. કંપનીએ તેની સત્તાવાર વેબસાઇટ પરથી ત્રણ ફોન - iPhone 13, iPhone 15 Pro અને iPhone 15 Pro Max દૂર કર્યા છે.
આ ફોનનું વેચાણ ચાલુ રહેશે
તમને જણાવી દઈએ કે આ iPhones ને વેબસાઈટ પરથી હટાવી દેવામાં આવ્યા હોવા છતાં, તેઓ Appleના અધિકૃત સ્ટોર્સ, ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને અન્ય રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાશે. છેલ્લો સ્ટોક બાકી રહે ત્યાં સુધી આ iPhonesનું વેચાણ ચાલુ રહેશે. જો કે આ ફોન ખરીદતા પહેલા તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. આ ફોન તમે Amazon, Flipkart અને અન્ય ઓનલાઈન વેબસાઈટ પરથી ખરીદી શકો છો. આ સાથે iPhoneના જૂના મોડલની કિંમતોમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. તેમજ હવે આ iPhonesની કિંમતમાં પણ સેલમાં ઘટાડો કરવામાં આવશે.
આ ફોન્સમાં Apple Intelligence સપોર્ટ મળશે
તમને જણાવી દઈએ કે તમને Apple Intelligenceનો સપોર્ટ ફક્ત iPhone 15 Pro અને iPhone 15 Pro Maxમાં જ મળશે. તે જ સમયે, તમને iPhone 16 સીરીઝના તમામ સ્માર્ટફોનમાં Apple Intelligenceનો સપોર્ટ મળશે.