વનપ્લસ અને રેડમીને ટક્કર આપવા ASUSનો આ ધાંસૂ ફોન લૉન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
ડિસ્પ્લેની વાત કરીએ તો આમાં 5.92 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. વળી કેમેરાની વાત કરીએ તો આમાં ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે.
![વનપ્લસ અને રેડમીને ટક્કર આપવા ASUSનો આ ધાંસૂ ફોન લૉન્ચ, જાણો કિંમત અને ફિચર્સ asus launched new asus 8z smartphone with best features વનપ્લસ અને રેડમીને ટક્કર આપવા ASUSનો આ ધાંસૂ ફોન લૉન્ચ, જાણો કિંમત અને ફિચર્સ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/28/f0d74df0d567beea329937345d97c9c5_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ સ્માર્ટફોન બનાવનારી કંપની આસુસે ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન લૉન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનનો સીધો મુકાબલો વનપ્લસ અને રેડમીના પ્રીમિયમ સ્માર્ટફોન સાથે છે. સૌથી પહેલા આમાં ફિચર્સની વાત કરીએ તો આમાં 8જીબી રેમની સાથે 128 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે.
ડિસ્પ્લેની વાત કરીએ તો આમાં 5.92 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. વળી કેમેરાની વાત કરીએ તો આમાં ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આમાં પ્રાઇમરી કેમેરા 64 મેગાપિક્સલનો છે અને બીજો કેમેરો 12 મેગાપિક્સલ છે. વળી ફોનમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
ફોનમાં ક્વૉલકૉમનુ સ્નેપડ્રેગન 888 ચિપસેટ આપવામાં આવ્યુ છે. આસુસ 8 ઝેડને પાવર આપવા માટે આમાં 4000mAhની બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોન ડ્યૂલ નૈનો સિમ સપોર્ટ અને 5જી કનેક્ટિવિટી સાથે આવે છે. ફોન ગૂગલની એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામે કરે છે. ફોનનુ કુલ વજન 169 ગ્રામ છે. ફોન IP68 ડસ્ટ એન્ડ વૉટર રેસિસ્ટન્સ રેટિંગની સાથે આવે છે. આનો Moto Edge 3 pro, OnePlus 9RT 5G, iQOO 9 5G, Xiaomi 11T Pro 5G Hyperphone વગેરે ફોન સાથે થવાનો છે.
શું છે ફોનની કિંમત -
આની કિંમત 42999 રૂપિયા રાખવામાં આવી છે, આની પહેલી સેલ 7 માર્ચે બપોરે 12 વાગ્યાથી ફ્લિપકાર્ટ પર થશે.
આ પણ વાંચો......
ભારતીય રેલ્વેમાં 756 જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે....
Bank of Baroda recruitment 2022: બેંક ઓફ બરોડામાં ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
પુતિનના યુદ્ધની કિંમત રશિયાના અબજોપતિઓ ચૂકવી રહ્યા છે, 126 બિલિયન ડોલરની સંપત્તિ ગુમાવી
પાવર ઈન્ડેક્ષઃ કોણ છે દુનિયાની 10 સૌથી શક્તિશાળી મિલીટ્રી, જાણો રશિયા અને ભારતનો ક્રમ
યૂક્રેનની આ હૉટ ‘બ્યૂટી ક્વીન’એ ઉઠાવી બંદૂક, હવે રશિયા સામે લડવા ઉતરશે મેદાનમાં, જાણો વિગતે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)