શોધખોળ કરો
Facebookએ હટાવ્યું Appleનું વેરિફિકેશન બ્લૂ ટિક, જાણો શું છે સમગ્ર મામલો
એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે આ નિર્ણય ક્યા કારણોસર લેવામાં આવ્યો છે, કારણ કે એપલના ઇન્સ્ટાગ્રામ પેજ પર હજુ પણ બ્લૂ ટિક છે.
![Facebookએ હટાવ્યું Appleનું વેરિફિકેશન બ્લૂ ટિક, જાણો શું છે સમગ્ર મામલો facebook and apple fight not stopping now fb removes apples verified blue tick Facebookએ હટાવ્યું Appleનું વેરિફિકેશન બ્લૂ ટિક, જાણો શું છે સમગ્ર મામલો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/26181309/facebook.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
એપલ અને ફેસબુકની લડાઈ અટકવાનું નામ નથી લઈ રહી. એપલ એપ સ્ટોરની નવી પ્રાઈવેસી પોલિસીનો વિરોધ કરી રહેલ ફેસબુકે હવે એપલનું વેરિફિકેશન બ્લૂ ટિક હટાવી દીધું છે. જોકે એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે આ નિર્ણય ક્યા કારણોસર લેવામાં આવ્યો છે, કારણ કે એપલના ઇન્સ્ટાગ્રામ પેજ પર હજુ પણ બ્લૂ ટિક છે.
નવી પ્રાઈવેસી પોલિસીનો આ કારણે થઈ રહ્યો છે વિરોધ
એપલની નવી પ્રાઇવેસી પોલિસી અંતર્ગત એપલના એપ સ્ટોરથી કોઈપણ એપ ડાઉનલોડ કરતાં પહેલા જ એ એપની પ્રાઈવેસી પોલિસી તમને મળી જશે જેમાં યૂઝરના ડેટા સહિત અનેક મહત્ત્વપૂર્ણ માહિતી હશે. તેનાથી યૂઝર્સને એ પણ જાણવા મળશે કે કોઈ એપ તમારા કોઈ ડેટાનું શું કરે છે અને કોઈ ફીચરનું એક્સેસ શા માટે લઈ રહ્યું છે. નવી પોલિસી iOS, iPadOS, macOS, watchOS પર લાગુ થશે. આ પોલિસી એપલની ઇનહાઉસ્ એપ્સ પર પણ લાગુ થશે.
ફેસબુકનો આ છે વિરોધ
એપલની નવી પ્રાઇવેસી પોલિસીનો જ ફેસબુક વિરોધ કરી રહ્યું છે અને વ્હોટ્સએપે પણ તેને પક્ષપાતપૂર્ણ ગણાવ્યું છે. વ્ટોટ્સએપનું કહેવું છે કે, થર્ડ પારીટ એક માટે ન્યૂટ્રિશન લેબલ છે પરંતુ જો પહેલેથી જ આઈફોનમાં ઇન્સ્ટોલ છે એ એપ્સનું શું થશે. એપલે એ સ્પષ્ટ કર્યું છે કે, નવા નિયમ થર્ડ પાર્ટી એપ અને એપલની એપ્લીકેશન્સ પર પણ લાગુ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)