ફ્રીમાં જોઇએ છે Amazon Primeની મેમ્બરશિપ ? આ બે રીતે મળશે એકદમ ફ્રી, સેલ શરૂ થાય તે પહેલા કરી દો એક્ટિવ
જો તમારી પાસે હજુ સુધી પ્રાઇમ સબ્સક્રિપ્શન નથી, તો આજે અમે તમને બતાવીશું કે તમે કઇ રીતે ઓલમૉસ્ટ ફ્રીમાં પ્રાઇમ મેમ્બરશીપ લઇ શકો છો.
નવી દિલ્હીઃ ટુંક સમયમાં Amazon Prime Day 2022 સેલ શરૂ થવા જઇ રહી છે. આ દરમિયાન મોબાઇલ ફોન, Amazon ડિવાઇસ, ટીવી અને અન્ય ઇલેક્ટ્રૉનિક્સ પર ડ઼િસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સેલ 23 જુલાઇથી શરૂ થશે. બે દિવસીય આ સેલમાં પ્રાઇમ મેમ્બર્સને કેટલીય ઓફર્સ આપવામા આવશે. જો તમારી પાસે હજુ સુધી પ્રાઇમ સબ્સક્રિપ્શન નથી, તો આજે અમે તમને બતાવીશું કે તમે કઇ રીતે ઓલમૉસ્ટ ફ્રીમાં પ્રાઇમ મેમ્બરશીપ લઇ શકો છો.
પહેલી રીત -
આમ તો કંપનીએ ફ્રી ટ્રાયલ આપવાનુ બંધ કરી દીધુ છે. પરંતુ તેમ છતાં તમે ભારતમાં અમેઝૉન પ્રાઇમ વીડિયો માટે 30 દિવસનુ ફ્રી ટ્રાયલ લઇ શકો છો. જોકે, ધ્યાન રાખવાની વાત એ છે કે આ રીત ત્યારે જ કામ કરશે જ્યારે તમે પહેલા ક્યારેય પણ Amazon Primeનુ સબ્સક્રિપ્શન નહીં લીધુ હોય. એટલે કે જો તમે આ પહેલા અમેઝૉનનુ સબ્સક્રિપ્શન નથી લીધુ, તો તમે 30 દિવસનુ ફ્રી ટ્રાયલ સબ્સક્રિપ્શન અજમાવી શકો છો અને બે દિવસીય સેલ દરમિયાન જબરદસ્ત શૉપિંગ કરી શકો છે, અને તે પણ તમામ પ્રાઇમ બેનિફિટ્સની સાથે.
બીજી રીત -
Airtel, Jio અને Vi પોતાના કસ્ટમરને મફતમાં Amazon Prime સબ્સક્રિપ્શનની સાથે પ્લાન્સ આપી રહી છે. આમાં કેટલાક પ્લાન કૉમ્પલિમેન્ટ્રી એક્સેસની સાથે આપવામાં આવી રહ્યાં છે. ભારતમાં મોબાઇલ અને બ્રૉડબેન્ડ બન્ને ઓપરેટર્સ સિલેક્ટેડ પ્લાનની સાથે અમેઝૉન પ્રાઇમનુ સબ્સક્રિપ્શન ઉપલબ્ધ કરાવે છે. જાણો આ પ્લાન્સ વિશે......
એરટેલ ગ્રાહકો માટે, ફ્રી અમેઝૉન પ્રાઇમ સબ્સક્રિપ્શન 349 રૂપિયા, 499 રૂપિયા, 749 રૂપિયા, 999 રૂપિયા અને 1,599 રૂપિયાના પ્લાન પર ઉપલબ્ધ છે. વળી, Jio ગ્રાહકો માટે 399 રૂપિયા (પૉસ્ટપેડ પ્લસ), 599 રૂપિયા, 799 રૂપિયા (પૉસ્ટપેડ પ્લસ), 899 રૂપિયા (પૉસ્ટપેડ પ્લસ), અને 1,499 રૂપિયા (પૉસ્ટપેડ પ્લસ), પર આ સર્વિસ આપવામા આવી રહી છે. આ ઉપરાંત વીઆઇ ગ્રાહકોને 499 રૂપિયા (પૉસ્ટપેડ), 699 રૂપિયા (પૉસ્ટપેડ), અને 1,099 રૂપિયા (પૉસ્ટપેડ)ના પ્લાનમાં આ સર્વિસ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો..
Cheteshwar Pujara: કાઉન્ટીમાં ચેતેશ્વર પૂજારાએ ફરી ફટકારી બેવડી સદી, તોડ્યો 118 વર્ષનો રેકોર્ડ
Inflation: વૈશ્વિક ફુગાવાનો ભય વધ્યો, હવે બ્રિટનમાં ફુગાવો 40 વર્ષની ટોચે, વ્યાજદરમાં પણ વધારો
Horoscope Today 21 July 2022: મેષ, મિથુન, કર્ક, તુલા રાશિ સહિત જાણો, તમામ 12 રાશિઓનું રાશિફળ