Instagram પર આવી રહ્યું છે ખાસ ફિચર, હવે તમે ગાયબ થનારી કન્ટેન્ટને કરી શકશો પૉસ્ટ, જાણો શું છે.........
પૉસ્ટ કરવામાં આવેલા સ્ક્રીનશૉટ્સ અનુસાર, યૂઝર્સને નૉટ્સ વિશે નૉટિફિકેશન નહીં મળશે, પરંતુ તે 24 કલાક સુધી તેને એપમાં દેખી શકશે.
Instagram New Notes Feature : મેટાના સ્વામિત્વ વાળી ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પોતાને દિવસે ને દિવસે બેસ્ટ બનાવવામાં લાગ્યુ છે. ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ માટે સારા સારા ફિચર્સ લાવી રહ્યું છે. હવે આ કડીમાં એક નવુ ફિચર ‘નૉટ્સ’ પણ આવી રહ્યું છે. સમાચાર છે કે આ ફિચર પર કંપની કામ કરી લીધુ છે, અને લૉન્ચ કરી શકે છે.
આ ફિચર લૉન્ચ થયા બાદ યૂઝર્સ એવી કૉન્ટેન્ટ પૉસ્ટ કરી શકશે, જે થોડાક સમય બાદ ગાયબ થઇ જશે. ટેકક્રન્ચના એક રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે રિપોર્ટ અનુસાર, આ નવા ફિચરને થોડાક સમય માટે લિમીટેડ યૂઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ફિચરની મદદથી યૂઝર્સ પ્લેટફર્મ પર પોતાના નજીકના દોસ્તો, ક્લૉઝ સર્કલ કે ફોલોઅર્સ માટે quick પૉસ્ટ જેવુ એલાન કરી શકે છે.
ઇન્સ્ટાગ્રામના આ નવા ફિચર્સને સૌથી પહેલા માર્કેટર અહેમદ ધનમે જોયુ હતુ, તેને ટ્વીટર પર સ્ક્રીનશૉટ પૉસ્ટ કર્યો. સ્ક્રીનશૉટ પરથી જાણવા મળ્યુ કે ઇન્સ્ટાગ્રામ નૉટ્સ ઇન્સ્ટાગ્રામ એપની DM સ્ક્રીન પર મેસેજીસને ઉપર એક નવી લાઇન બતાવશે. પૉસ્ટ કરવામાં આવેલા સ્ક્રીનશૉટ્સ અનુસાર, યૂઝર્સને નૉટ્સ વિશે નૉટિફિકેશન નહીં મળશે, પરંતુ તે 24 કલાક સુધી તેને એપમાં દેખી શકશે. સાથે જ મેસેજ દ્વારા નૉટ્સ રિપ્લાય પણ કરી શકે છે.
કહેવાઇ રહ્યું છે કે, આ ફિચર દોસ્તો માટે જરૂરી મેસેજને હાઇલાઇટ કરવામાં મદદ કરી શકે છે. આ ફિચરથી વધુ વિઝિબિલિટી મળવાના ચાન્સીસ છે. આ નૉટ્સ ફિચર દ્વારા યૂઝર્સ નજીકના મિત્રોની સાથે ક્વિક મેસેજ શેર કરી શકે છે.
આ પણ વાંચો......
Motorola G42 : 4 જુલાઇએ લૉન્ચ થશે મોટોરોલાનો આ ધાંસૂ સ્માર્ટફોન, આવા છે કમાલના ફિચર્સ
ઉદેપુરમાં દરજીની હત્યા પર ભડકી બૉલીવુડની આ બે હૉટ એક્ટ્રેસ, જાણો સરકારને શું કરવા કહ્યું
India Corona Cases Today : દેશમાં એક્ટિવ કેસનો આંકડો પહોંચ્યો એક લાખ નજીક, જાણો આજની શું છે સ્થિતિ
GST Council ની બેઠકમાં આ વસ્તુઓ પર ટેક્સ વધારવાને મળી મંજૂરી, જાણો કઈ-કઈ વસ્તુ થશે મોંઘી!