ટ્વીટર પર જુના ટ્વીટને પણ કરી શકાશે એડિટ, જાણો નવા ફિચર્સ વિશે.........
એડિટ ફિચરનો અર્થ છે કે તમે આ પ્લેટફોર્મ પર જો પણ ટ્વીટ કર્યુ, તેને તમે એડિટ એટલે કે સંપાદિત કરી શકશો.
નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પોતાના યૂઝર્સને ધ્યાનમાં રાખીને નવા નવા અપડેટ આપતુ રહે છે, હવે આ લિસ્ટમાં વધુ એક નવુ અપડેટ એડ થવા જઇ રહ્યું છે. યૂઝર્સને એક આસાન અને કામનુ ફિચર મળવા જઇ રહ્યું છે, અને કંપનીએ આના પર કામ શરૂ કરી દીધુ છે. આ ફિચરથી યૂઝર્સ પોતાના જુના ટ્વીટને પણ એડિટ કરી શકશે. રિપોર્ટ અનુસાર, ટ્વીટરની ટીમ એડિટ ફિચર પર કામ કરી રહી છે, જલદી આ ફિચરને યૂઝર્સ માટે લૉન્ચ કરવાની તૈયારી છે.
શું છે ફિચર -
એડિટ ફિચરનો અર્થ છે કે તમે આ પ્લેટફોર્મ પર જો પણ ટ્વીટ કર્યુ, તેને તમે એડિટ એટલે કે સંપાદિત કરી શકશો. માની લો તમે કોઇ ટ્વીટ કર્યુ, પરંતુ બાદમાં તે ટ્વીટમાં કેટલાક સંશોધન (કરેક્શન કે અપડેટ) કરવા ઇચ્છો છો, તો નવા ફિચરથી તે સંભવ બની શકશે.
શું થશે ફાયદો -
આ ફિચરના આવ્યા બાદ લગભગ દરેક યૂઝર્સને આનો ફાયદો મળશે, અત્યાર સુધી ટ્વીટમાં કોઇ ભૂલ રહી ગઇ હોય તો તેને ઠીક કરવાનો કોઇ ઓપ્શન નથી મળતો. અત્યારે તમે ટ્વીટને માત્ર ડિલીટ જ કરી શકો છો. ઘણીવાર એવુ બને છે કે સમયની સાથે કેટલીય વસ્તુઓ કે જાણકારીમાં અપડેટ આવી જાય છે, પરંતુ ટ્વીટમાં અત્યાર સુધી તમને કંઇપણ એડિટ કે અપડેટ કરવાનો મોકો ન હતો મળતો. આ એડિટ ફિચરના આવવાથી હવે કોઇપણ તમે જુના ટ્વીટને જરૂરિયાતના હિસાબે એડિટ કરી શકશો, તેની ભૂલો સુધારી શકશો, અને નવી જાણકારી એડ કરી શકશો.
આ પણ વાંચો........
કાકડી ખાવાથી શરીરમાં થાય છે ઘણા બધા ફાયદા, ગરમીમાં વધારે ખાવી જોઈએ
તમારે પાતળા થવુ હોય તો આ 5 મસાલાને ડાયેટનો ભાગ બનાવો, ઝડપથી ઘટશે વજન
રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા 57 PIની કરવામાં આવી બદલી, જુઓ આ રહ્યું લિસ્ટ