Samsung Galaxy A23 થયો 1000 રૂપિયા સસ્તો, આમાં છે 50MPનો કેમેરો અને ધાંસૂ ફિચર્સ......
Samsung Galaxy A23ની 6 જીબી રેમની સાથે 128 જીબી સ્ટૉરેજ મૉડલને 19,499 રૂપિયાની કિંમત પર લૉન્ચ કરવામાં આવ્યો હતો,
Samsung Galaxy A23 Discount Offer: જો તમે પણ સેમસંગનો સ્માર્ટફોન્સ ખરીદવાનુ વિચારી રહ્યાં છો, અને કિંમત ઘટવાની રાહ જોઇ રહ્યાં છો, તો તમારા માટે એક ખુશખબરી છે, સેમસંગના Samsung Galaxy A23 ફોનની કિંમતમાં 1,000 રૂપિયાનો ઘટાડો થયો છે. Samsung Galaxy A23ને હવે તમે એક હજાર રૂપિયા સસ્તામાં ખરીદી શકો છો. ઉલ્લેખનીય છે કે, Samsung Galaxy ને આ વર્ષે માર્ચેમાં જ ભારતીય માર્કેટમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. ઘટાડા બાદ આ નવી કિમત સાથે Galaxy A23 ને રિટેલ સ્ટૉર પરથી ખરીદી શકાય છે. ઇ-કૉમર્સ વેબસાઇટ અમેઝૉન પરથી પણ સેમસંગનો આ નવો ફોન નવી કિંમત સાથે લિસ્ટ થઇ ચૂક્યો છે. અહીં અમે તમને Samsung Galaxy A23ની નવી કિંમત અને ફિચર્સ વિશે બતાવી રહ્યાં છીએ.
Samsung Galaxy A23 ફિચર્સ -
સેમસંગ ગેલેક્સી A23માં પણ 6.6 ઇંચની ટીએફટી એલસીડી ડિસ્પ્લે છે. જોકે કંપનીએ હજુ સુધી એ નથી બતાવ્યુ કે, આમાં કઇ ચિપસેટ છે, પરંતુ એ બતાવવામાં આવ્યુ છે કે ગેલેક્સી A23 એક ઓક્ટાકૉર પ્રૉસેસરની સાથે આવશે. કંપનીએ આના બે વેરિએન્ટ લૉન્ચ કર્યા છે. એક 6GB રેમ અને 128GB સ્ટૉરેજ અને બીજુ 8GB રેમ અને 128GB સ્ટૉરેજ, જેને માઇક્રોએસડી કાર્ડથી વધારી શકાય છે. આમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ છે. આમાં પ્રાઇમરી કેમેરો 50 મેગાપિક્સલનો છે, વળી એક કેમેરો 5 મેગાપિક્સલનો અને એક કેમેરો 2 મેગાપિક્સલનો અને એક ડેપ્થ સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે આમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આમાં 5000mAhની બેટરી છે જે 25W સુધીના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Samsung Galaxy A23 ની નવી કિંમત -
Samsung Galaxy A23ની 6 જીબી રેમની સાથે 128 જીબી સ્ટૉરેજ મૉડલને 19,499 રૂપિયાની કિંમત પર લૉન્ચ કરવામાં આવ્યો હતો, જોકે, હવે એક હજાર રૂપિયાના ઘટાડા બાદ, આને અમેઝૉન પર 18,499 રૂપિયામાં લિસ્ટ કરી દેવામાં આવ્યો છે. વળી, 8 જીબી રેમ, 128 જીબી સ્ટૉરેજની કિંમત 20,999 રૂપિયા હતી, જેને હવે 19,999 રૂપિયામાં લિસ્ટ કરી દેવામાં આવ્યો છે. આ ફોન બ્લેક, લાઇટ બ્લૂ, ઓરેન્જ અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ છે.
આ પણ વાંચો..........
Gujarat corona: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 777 કેસ નોંધાયા, 626 દર્દી થયા સાજા
Sri Lanka Crisis: 'સંકટમાં ફક્ત ભારત જ અમારી મદદ કરી રહ્યુ છે', શ્રીલંકાના ઉર્જામંત્રીએ કરી પ્રશંસા
મેઘરાજાના વિરામ બાદ ડાંગમાં જોવા મળ્યા તારાજીના દ્રશ્યો, પૂર્ણા નદીના પાણી ઓસરતા મળ્યા પાંચ મૃતદેહો