WhatsApp લાવ્યુ નવુ ગૃપ કૉલ ફિચર્સ, એડમીન હાથમાં આવ્યો વધુ એક પાવર, જાણો શું કરી શકશે હવે..........
ગૃપ ચેટ અને ગૃપ કૉલ (Group Call) માટે નવી સુવિધાઓને બહુજ જરૂર છે. અહીં તે ફિચર્સ વિશે જાણો નવા ગૃપ કૉલ ફિચર્સ......
WhatsApp Group Call Features: ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વૉટ્સએપ પોતાના કમ્પેટિટિવને જોરદાર ટક્કર આપવા માટે સતત એપ નવા ફિચર્સ લાવી રહી છે. આ વખતે કંપનીએ ગૃપ ચેટ માટે ગૃપ કૉલિંગ ફિચર (Group Calling Feature)ને વધારવાનો ફેંસલો કર્યો છે. નવા ફિચર્સ ગૃપ કૉલને હૉસ્ટના ફાયદા આપશે, એટલુ જ નહીં વૉટ્સએપ ઇમૉજીને બીટા વર્ઝનમાં જેન્ડર ન્યૂટ્રલ મેક ઓવર મળી રહ્યું છે. ગૃપ ચેટ અને ગૃપ કૉલ (Group Call) માટે નવી સુવિધાઓને બહુજ જરૂર છે. અહીં તે ફિચર્સ વિશે જાણો નવા ગૃપ કૉલ ફિચર્સ......
ગૃપ કૉલ હૉસ્ટ પાર્ટિસિપેન્ટ્સને કરી શકશે મ્યૂટ -
વૉટ્સએપ ગૃપ કૉલ્સ માટે એક નવુ અપડેટ બહુજ જરૂરી ફિચર લઇને આવ્યુછે. હવેથી કૉલ હૉસ્ટ તે લોકોને મ્યૂટકરી શકશે જે ખુદને મ્યૂટ કરવાનુ ભૂલી જાય છે. તમે કૉલ દરમિયાન અલગ અલગ લોકોને મેસેજ પણ મોકલી શકશે. વૉટ્સએપ પાર્ટિસિપેન્ટ્સની સંખ્યા વધાની 32 કરી દીધી છે. તમે કૉલ હિસ્ટ્રીથી અલગ અલગ પાર્ટિસિપેન્ટ્સને જોઇ શકશો.
ગૃપ એડમિન જૉઇનિંગ રિક્વેસ્ટને કરી શકશે મેનેજ -
વૉટ્સએપે એપના બીટા વર્ઝનમા એડમીન અપ્રૂવલ રિલીઝ કર્યુ છે. આ ફિચર ગૃપ એડમીનને લિન્કના માધ્યમથી સામેલ થનારા લોકોનો સ્વીકાર કે અસ્વીકાર કરવા દેશે. સુવિધાને મન્યૂઅલી ઓન કરવી પડશે. ટૉગલ ગૃપ સેટિંગમાં ગૃપ મેમ્બર એક્સ્પેટન્સ તરીકે ઉપલબ્ધ હશે. સુવિધા ચાલુ કે બંધ થવા પર હાલના મેમ્બરને એક નૉટિફિકેશન મળશે.
બીટા વર્ઝનમાં મળશે જેન્ડર-ન્યૂટ્રલ ઇમૉજી -
એપના બીટા વર્ઝનમાં વૉટ્સએપ દ્વારા રિલીઝ કરવામાં આવેલુ બીજુ એક દિલચસ્પ ફિચર જેન્ડર ન્યૂટ્રલ ઇમૉજી છે. WaBetaInfo એ બતાવ્યુ છે કે નવી ઇમૉજી કેટલીય સ્કિન ટૉનમાં ઉપલબ્ધ છે.
આ પણ વાંચો.....
અગ્નિપથ સ્કીમઃ 1 કરોડનો વીમો, કેન્ટિન સુવિધા, 30 દિવસની રજા, વાયુસેનાએ જાહેર કર્યુ ભરતી નૉટિફિકેશન
રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી? આ તારીખે દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ
Vehicle Astrology: આપની રાશિ મુજબ કારનો કલર કરો પસંદ, રહેશે શુભ
Post Office ની બેસ્ટ saving scheme, અહી રોકાણ કરવાથી વધુ મળશે રિટર્ન, પૈસા પણ રહેશે સુરક્ષિત
સુરતમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનો પર્દાફાશ, થાઈલેન્ડની 3 અને 1 ભારતીય છોકરીને પોલીસે છોડાવી