Vivoનો સસ્તો સ્માર્ટફોન ડ્યૂલ કેમેરા અને HD+ ડિસ્પ્લે સાથે લૉન્ચ, ઓછી કિંમતમાં દમદાર ફિચર્સ, જાણો વિગતે
આ સ્માર્ટફોનને બે કલર ઓપ્શન અને 5,000mAh ની બેટરી સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે.
Vivo લૉન્ચ- ચીની સ્માર્ટફોન મેકર કંપની વીવોએ Vivo Y15s (2021)ને ભારતમાં લૉન્ચ કરી દીધો છે. Vivoના આ નવા સ્માર્ટફોનમાં વૉટરડ્રૉપ સ્ટાઇલ ડિસ્પ્લે નૉચ આપવામાં આવી છે. આના રિયરમાં ડ્યૂલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. Vivo Y15s Android Go edition પર કામ કરે છે. આ સ્માર્ટફોનને બે કલર ઓપ્શન અને 5,000mAh ની બેટરી સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. આ સેગમેન્ટમાં Vivo Y15sની ટક્કર Moto E40 અને Redmi 10 Primeની સાથે થશે.
Vivo Y15s ની કિંમત અને ઉપલબ્ધતા -
Vivo Y15sની કિંમત ભારતમાં 10,990 રૂપિયા રાખવામાં આવી છે. આ કિંમત ઉપરાંત આના એકમાત્ર 3GB રેમ અને 32GB સ્ટૉરેજ વેરિએન્ટ માટે રાખવામાં આવી છે. આ સ્માર્ટફોનને Mystic Blue અને Wave Green કલર ઓપ્શનમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. Vivo Y15s को Vivo India E-Store ઉપરાંત દેશભરના રેટિલ સ્ટૉર પરથી ખરીદવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે Vivo Y15Sને કંપનીએ 2015માં પણ લૉન્ચ કર્યો હતો, આ તેનુ નેક્સ્ટ વર્ઝન છે.
Vivo Y15s ની સ્પેશિફિકેશન્સ -
ડ્યૂલ નેનો સિમ પર ચાલનારા Vivo Y15s Android 11 (Go edition) બેઝ્ડ Funtouch OS 11.1ની સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં 6.51- ઇંચની HD+ IPS સ્ક્રીન આપવામાં આવી છે. આમાં MediaTek Helio P35નુ ઓક્ટાકૉર પ્રૉસેસર 3GB રેમની સાથે આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે ફોનના રિયરમાં ડ્યૂલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આનો પ્રાઇમરી કેમેરો 13 મેગાપિક્સલનો છે. આની સાથે 2 મેગાપિક્સલનો મેક્રો શૂટર આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 5,000mAhની બેટરી 10W ચાર્જિંગ સપોર્ટની સાથે આપવામાં આવી છે.
આ પણ વાંચો-
Facebook Market Cap: ઓછી થઇ રહી છે ફેસબુકની ચમક, ટોચની 10 કંપનીઓના લિસ્ટમાંથી બહાર થઇ ફેસબુક
Horoscope Today 19 February 2022: આ રાશિના જાતકોને થઈ શકે છે ધનહાનિ, જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ
IND vs SL: શ્રીલંકા સામેની ટી-20 સીરિઝમાં નહી રમે વિરાટ કોહલી? રવિન્દ્ર જાડેજાની વાપસી નક્કી
ઓમિક્રોનના કેસ ઘટી રહ્યા છે, પરંતુ WHO એ સબ-વેરિઅન્ટ BA.2ને લઈ શું આપી ચેતવણી, જાણો
ગાંધીનગરઃ પ્રેમીએ નદી કિનારે સગીર પ્રેમિકાને બોલાવી કટરથી કાપ્યુ ગળુ, આરોપીની કરાઇ ધરપકડ