WhatsApp Callમાં આવ્યું નવું ફીચર, હવે એક સાથે 32 લોકો સાથે કરી શકશો વાત
WhatsApp ગ્રુપ કોલમાં 32 લોકોને એડ કરવાના ફીચર સાથે જ યુઝર્સને અપડેટેટ ડિઝાઇન મળશે
WhatsAppએ થોડા સમય પહેલા જાહેરાત કરી હતી કે એપ પર ઘણા નવા ફીચર્સ આવવાના છે. આ ફીચર્સની યાદીમાં કોમ્યુનિટી ટેબ, ઈમોજી રિએક્શન, 2GB ફાઈલ ટ્રાન્સફર અને ગ્રૂપ કોલમાં 32 લોકોને એડ કરવાની સર્વિસનો સમાવેશ થાય છે. વોટ્સએપે આમાંથી એક ફીચર જાહેર કરી દીધું છે. જોકે, આ ફીચરને હાલમાં પસંદગીના વિસ્તારોમાં રોલ આઉટ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે WhatsApp Call પર આ અગાઉ એક સાથે આઠ લોકોને જોડી શકાતા હતા જેને વોટ્સએપે વધારીને હવે 32 લોકો સુધી કરી દીધું છે. Wabetainfoએ આ જાણકારી આપી છે.
વોટ્સએપના ફીચર્સ પર નજર રાખનારી આ પબ્લિશરના રિપોર્ટ અનુસાર, WhatsAppએ 32 લોકો સાથે ગ્રુપ વોઇસ કોલનું ફીચર જાહેર કરી દીધું છે.રિપોર્ટમાં તેનો એક સ્ક્રીનશોર્ટ પણ શેર કરવામાં આવ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે ‘ગ્રુપ કોલ’ પર હવે 32 લોકોને એડ કરવાનો સપોર્ટ મળી રહ્યો છે. નવા અપડેટમાં ફેરફાર સાથે ઇન્ટરફેસ મળશે જે સોશિયલ ઓડિયો લેઆઉટ, સ્પીકર હાઇલાઇટ અને વેવફોર્મ સાથે આવે છે.
WhatsApp ગ્રુપ કોલમાં 32 લોકોને એડ કરવાના ફીચર સાથે જ યુઝર્સને અપડેટેટ ડિઝાઇન મળશે. જેમાં વોઇસ મેસેજ માટે બબલ અને કોન્ટેક્સ અને ગ્રુપ માટે ઇન્ફો સ્કોર્સ જેવા ફીચર્સ પણ મળશે. સાથે જ ગેલેક્સીમાંથી પોતાના ફેવરિટ મીડિયાને પસંદ કરવા જેવા કેટલાક નાના ફીચર્સ પણ નવા અપડેટનો હિસ્સો છે. આ ફીચરને હાલમાં બ્રાઝિલમાં જાહેર કરાયું છે.
વોટ્સએપ તાજેતરમાં જ કમ્યુનિટી ફીચરની જાહેરાત કરી હતી જે આ વર્ષના અંત સુધીમાં તમામ યુઝર્સને મળશે. કમ્યુનિટીની મદદથી તમે વિવિધ ગ્રુપને એક જગ્યાએ લાવી શકશો. આ સાથે યુઝર્સને 2 જીબી સુધીની ફાઇલ શેરિંગ કરવાની તક મળશે.
RBIએ આપ્યો મહત્વનો નિર્દેશ, હવે બેંક ગ્રાહકોની મંજૂરી વિના ક્રેડિટ કાર્ડ ઈશ્યુ નહીં કરી શકે બેન્ક
Investment Tips: બેન્કમાં ફિક્સ ડિપોઝીટ મૂકી રહ્યાં છો, તો જાણો આ ખાસ બાબતો, થશે જબરદસ્ત લાભ
MI vs CSK: મેં રન નહીં બનાયેગા.... રોહિત શર્મા ઝીરો રન પર આઉટ થતાં લોકોએ મિમ્સ બનાવી ટ્રોલ કર્યો...