WhatsApp પર તમારા જુના મેસેજ કે ડેટાને આ રીતે કરી શકો છો રિક્વર, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રૉસેસ.......
ઘણીવાર વૉટ્સએપ નવા ફોનમાં સ્વીચ થાય છે, તો ક્યારેય સૉફ્ટવેર પ્રૉબ્લમ આવી જવાથી યૂઝર્સ વૉટ્સએપ મેસેજીસ (WhatsApp Messages) રિકવર નથી કરી શકતો,
WhatsApp Data Recover: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ (WhatsApp) દુનિયાભરમાં લોકપ્રિય છે. આને કેટલાય લોકો યૂઝ કરી રહ્યાં છે. પરંતુ ઘણીવાર યૂઝર્સને પોતાના ડેટા સંબંધિત તકલીફોનો સામનો કરવો પડે છે. ઘણીવાર વૉટ્સએપ નવા ફોનમાં સ્વીચ થાય છે, તો ક્યારેય સૉફ્ટવેર પ્રૉબ્લમ આવી જવાથી યૂઝર્સ વૉટ્સએપ મેસેજીસ (WhatsApp Messages) રિકવર નથી કરી શકતો, અને અંતે યૂઝર્સના ડેટ જેવા કે ડૉક્યૂમેન્ટ, તસવીરો, વીડિયો, અને ઇમેલ જેવી વસ્તુઓ ગુમાવવી પડે છે. પરંતુ હવે આનાથી તમે આસાનીથી છુટકારો મેળવી શકશો, અહીં અમે તમને એક ખાસ ટ્રિક બતાવી રહ્યાં છીએ, જેની મદદથી તમે ડેટાને રિક્વર કે રિસ્ટૉર કરી શકો છો. જાણો...............
Google Drive પર સ્ટૉર થાય છે ચેટ બેકઅપ -
વૉટ્સએપ પોતાના ચેટ બેકઅપને એન્ડ્રોઇડ યૂઝર્સ માટે ગૂગલ ડ્રાઇવ પર સ્ટૉર કરીને રાખે છે. આવામાં ભલે એપમાંથી બધુ ડિલીટ થઇ જાય, કે કોઇ કારણોસર આને એક્સેસ કરવામાં મુશ્કેલીઓ પડે. તો તમે Google ડ્રાઇવ પર રહેલી અંતિમ ચેટ બેકઅપમાથી પોતાના તમામ મેસેજને રિકવર કરી શકો છો. પરંતુ ચેટ બેકઅપ રિકવર કરતા પહેલા એ જરૂરી છે કે તમે ચેટ બેકઅપ સ્ટૉર કરી લો.
WhatsApp Chat Backup કઇ રીતે સ્ટૉર કરશો -
તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર વૉટ્સએપ ખોલો.
આ પછી એપની ઉપર જમણી બાજુમાં ત્રણ ડૉટ્સ પર ક્લિક કરો.
પછી સેટિંગ્સમાં જઇને ચેટ પર ક્લિક કરીને ચેટ બેકઅપમાં જાઓ.
આ પછી તે ગૂગલ એકાઉન્ટને પસંદ કરો, જેમાં તમે પોતાની ચેટનો બેકઅપ સ્ટૉર કરવા માંગો છો.
હવે બેકઅપ પર ટેપ કરો.
આ ઉપરાંત, તમે પોતાની ચેટ માટે ઓટોમેટિક બેકઅપ ફિચરને પણ ચાલુ કરી શકો છો. આ માટે તમારે ડેલી, વીકલી કે મન્થલી ઓપ્શનને પસંદ કરવો પડશે.
WhatsApp મેસેજને કઇ રીતે કરશો રિકવર -
વૉટ્સએપ ઇન્સ્ટૉલ કરો, આને ખોલો અને OTP થી નંબર વેરિફાઇ કરો.
વેરિફિકેશન બાદ રિસ્ટૉર પર ટેપ કરો.
રિસ્ટૉર પ્રક્રિયા પુરી થયા બાદ નેક્સ્ટ પર ક્લિક કરો. બેકઅપ પુરો થયા બાદ તમારી ચેટ તમને મળી જશે.
તમારે ચેટ રિકવર થયા બાદ વૉટ્સએપ તમારી મીડિયા ફાઇલોને પણ રિસ્ટૉર કરી દેશે.
આ પણ વાંચો......
દરરોજ 50 રૂપિયાની બચત કરી 35 લાખ રૂપિયા મેળવો, જાણો, પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કીમ
Vastu Shastra: આત્મવિશ્વાસનો અભાવ છે, તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ, મળશે સફળતા
Gmail નો ઉપયોગ કરતો છો તો થઇ જાવ સાવધાન ! બ્લોક થઇ શકે છે તમારુ એકાઉન્ટ
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ આ જિલ્લામાં નોંધાયો વરસાદ
GPSC Recruitment: જીપીએસસીમાં નીકળી બંપર ભરતી, જાણો કઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ