WhatsApp યુઝર્સ માટે સારા સમાચાર, હવે દિવસ જૂના મેસેજ પણ કરી શકશો ડિલીટ
WhatsApp પર મોકલવામાં આવેલા મેસેજને ડિલીટ કરવાનું ફિચર 'ડિલીટ મેસેજ ફોર એવરીવન'થી ખૂબ સરળ બની ગયું છે
![WhatsApp યુઝર્સ માટે સારા સમાચાર, હવે દિવસ જૂના મેસેજ પણ કરી શકશો ડિલીટ WhatsApp will soon allow you to delete messages even after 2 days! WhatsApp યુઝર્સ માટે સારા સમાચાર, હવે દિવસ જૂના મેસેજ પણ કરી શકશો ડિલીટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/03/653eb875b3e3ecf407da188157efe0f6_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
WhatsApp Update: WhatsApp પર મોકલવામાં આવેલા મેસેજને ડિલીટ કરવાનું ફિચર 'ડિલીટ મેસેજ ફોર એવરીવન'થી ખૂબ સરળ બની ગયું છે. જો કે, હાલમા આ ફીચરની મદદથી મેસેજને એક કલાક પછી અથવા જૂનો થવા પર ડિલીટ કરી શકાતો નથી. શરૂઆતના સમયમાં યુઝર્સને મેસેજ ડિલીટ કરવા માટે માત્ર 8 મિનિટનો સમય મળતો હતો, પરંતુ બાદમાં તેને વધારીને 1 કલાક કરવામાં આવ્યો છે. હવે કંપની આ ફીચરને લગતા વધુ એક રાહતના સમાચાર આપી રહી છે.
📝 WhatsApp beta for Android 2.22.15.8: what's new?
— WABetaInfo (@WABetaInfo) June 30, 2022
WhatsApp is updating the time limit to delete messages for everyone, for some beta testers!https://t.co/4EmyZfdkFI
વાસ્તવમાં WhatsApp કંપની ચેટમાં મોકલવામાં આવેલા મેસેજને ડિલીટ કરવાની મર્યાદા વધારવા જઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર, યુઝર્સ હવે ચેટમાંથી બે દિવસ જૂના મેસેજ ડિલીટ કરી શકશે.
WABetaInfoના રિપોર્ટ અનુસાર, WhatsAppએ લેટેસ્ટ બીટા 2.22.15.8ના કેટલાક યુઝર્સ માટે 2 દિવસ માટે મેસેજ ડિલીટ કરવાની મર્યાદા વધારીને બે દિવસ અને 12 કલાક કરી દીધી છે. હાલમાં આ મર્યાદા માત્ર 1 કલાક 8 મિનિટ, 16 સેકન્ડની છે, ત્યારબાદ મેસેજ ડિલીટ કરી શકાતો નથી. બીજી તરફ ટેલિગ્રામની વાત કરીએ તો યુઝર્સ મેસેજને મોકલ્યાના 48 કલાક સુધી ડિલીટ કરી શકે છે. રિપોર્ટ અનુસાર, યુઝર્સને આ મર્યાદા વધારવા અંગે કોઈ નોટિફિકેશન મળ્યું નથી, તેથી યુઝર્સે પોતે ચેટમાં તપાસ કરવી પડશે, જે મેસેજ મોકલીને અને પછી તેને ડિલીટ કરવાનો પ્રયાસ કરવો પડશે.
આ પણ WhatsApp પર એક નવું ફીચર છે.
આ સિવાય વોટ્સએપ વધુ એક ડિલીટ મેસેજ ફીચર લાવી રહ્યું છે જેનાથી ગ્રુપ એડમિન ગ્રુપમાં અન્ય સભ્ય દ્ધારા કરવામાં આવેલી ચેટ ડિલિટ કરી શકશે. આ સિવાય WhatsApp એ પણ તાજેતરમાં જણાવ્યું છે કે તેણે નવા IT નિયમો 2021 હેઠળ મે મહિનામાં ભારતમાં 19 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.
Alaska : અલાસ્કામાં ટાઇટેનિક જેવી ઘટના બનતા રહી ગઈ, બરફના મોટા ટુકડા સાથે અથડાયું જહાજ, જુઓ વિડીયો
જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, દામોદર કુંડમાં પુર આવ્યું
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)