શોધખોળ કરો

Ullu-ALTT સહિત 25 OTT પ્લેટફોર્મને મોટો ઝટકો, સરકારે મુક્યો પ્રતિબંધ

સરકારે 25 OTT પ્લેટફોર્મ સામે કડક કાર્યવાહી કરી છે. સરકારે સોફ્ટ પોર્ન કન્ટેન્ટ પીરસતી આ એપ્સ પર કડક વલણ અપનાવ્યું છે

સરકારે 25 OTT પ્લેટફોર્મ સામે કડક કાર્યવાહી કરી છે. સરકારે સોફ્ટ પોર્ન કન્ટેન્ટ પીરસતી આ એપ્સ પર કડક વલણ અપનાવ્યું છે અને તે બધા પર પ્રતિબંધ મૂક્યો છે. આ યાદીમાં Ullu, ALTT, Desiflix થી Big Shots જેવા OTT પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. ભારત સરકારે ગેરકાયદેસર અને વાંધાજનક ડિજિટલ કન્ટેન્ટ પર કડક વલણ દર્શાવતા દેશમાં 25 એપ્સ અને વેબસાઇટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ સંદર્ભમાં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર (ISP) ને સ્પષ્ટ સૂચનાઓ જાહેર કરી છે કે ભારતમાં જાહેર જનતા માટે આ વેબસાઇટ્સને તાત્કાલિક બ્લોક કરવામાં આવે. સરકારે ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 (IT એક્ટ, 2000) અને IT નિયમો, 2021 (Intermediary Guidelines and Digital Media Ethics Code)  હેઠળ આ કાર્યવાહી કરી છે.

કઈ વેબસાઇટ્સને બ્લોક કરવામાં આવી હતી?

સરકારે જે 25 એપ્સ અને વેબસાઇટ્સમાં પર  ગેરકાયદેસર, વાંધાજનક અને અશ્લીલ સામગ્રી હોવાનું કહ્યું છે. આમાં ALTT, ULLU, Big Shots App, Desiflix, Boomex, Navarasa Lite, Gulab App, Kangan App, Bull App, Jalva App, Wow Entertainment, Look Entertainment, Hitprime, Feneo, ShowX, Sol Talkies, Adda TV, HotX VIP, Hulchul App, MoodX, NeonX VIP, Fugi, Mojflix, Triflicksનો સમાવેશ થાય છે. આ વેબસાઇટ્સને IT કાયદાની કલમ 67 અને 67A, ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 294 અને મહિલા અશ્લીલ ચિત્રણ પ્રતિબંધ અધિનિયમ, 1986ની કલમ 4નું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠેરવવામાં આવી છે.

સરકારે શું કહ્યું?

સરકારે એમ પણ કહ્યું હતું કે જો ડિજિટલ પ્લેટફોર્મ આ નિયમોનું પાલન નહીં કરે તો તેને IT કાયદાની કલમ 79(1) હેઠળ કાનૂની રક્ષણ મળશે નહીં અને તેની સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

સરકારે અગાઉ પણ 18 ઓટીટી પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો

આ પહેલી વાર નથી જ્યારે સરકારે આ કડક વલણ અપનાવ્યું હોય. અગાઉ પણ સરકારે 18 ઓટીટી પ્લેટફોર્મને બ્લોક કર્યા હતા. ડિસેમ્બર 2024માં સરકારે કડક વલણ અપનાવ્યું હતું. ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલયે તે સમયે પણ શોધી કાઢ્યું હતું કે 18 ઓટીટી પ્લેટફોર્મ પર અશ્લીલ અને કેટલાક કિસ્સાઓમાં પોર્નોગ્રાફિક સામગ્રી બતાવવામાં આવી રહી છે, જે ભારતીય કાયદાની વિરુદ્ધ છે.      

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ

વિડિઓઝ

Morbi youth trapped in Ukraine makes video to warn students going to Russia
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદ પ્લેન ક્રેશ જેવી ઘટના બનતા અટકી, એર ઇન્ડિયાએ ટેકઓફની મિનિટોમાં જ કર્યું ઇમર્જન્સી લેન્ડિંગ, પ્રવાસીઓના જીવ અદ્ધર
અમદાવાદ પ્લેન ક્રેશ જેવી ઘટના બનતા અટકી, એર ઇન્ડિયાએ ટેકઓફની મિનિટોમાં જ કર્યું ઇમર્જન્સી લેન્ડિંગ, પ્રવાસીઓના જીવ અદ્ધર
Embed widget