(Source: ECI/ABP News/ABP Majha)
Facebook Messengerમાં આવ્યા આ ત્રણ ધાંસૂ ફિચર, હવે વૉટ્સએપની જેમ તમારો મેસેજ રહશે એકદમ સિક્યૉર
કંપની એ મેસેન્જર (Messenger) માટે કેટલાક ફિચર્સ લૉન્ચ કર્યા છે. આ ફિચર્સની જાણકારી એક પૉસ્ટ દ્વારા મેટા (Meta)ના સીઇઓ માર્ક ઝકરબર્ગ (Mark Zuckerberg)એ ખુદ કરી છે.
Facebook Messenger New Features : મેટા (Meta) પોતાના ફેસબુક મેસેન્જર (Facebook Messenger) પ્લેટફોર્મને વૉટ્સએપ (WhatsApp) ની જેમ ઇજી ટૂ યૂઝ અને વધુ ફિચર્સ વાળુ બનાવી રહ્યું છે. આ પ્રૉસેસમાં કંપની એ મેસેન્જર (Messenger) માટે કેટલાક ફિચર્સ લૉન્ચ કર્યા છે. આ ફિચર્સની જાણકારી એક પૉસ્ટ દ્વારા મેટા (Meta)ના સીઇઓ માર્ક ઝકરબર્ગ (Mark Zuckerberg)એ ખુદ કરી છે. આમાંથી કેટલાક ફિચર્સ ખાસ છે અને આ મેસેન્જરને યૂઝ કરવાનો તમારા અનુભવને પુરેપુરો બદલી દેશે. આવો જાણીએ નવા અપડેટમં શું શું ફિચર્સ મળવા જઇ રહ્યાં છે.............
1. એન્ટ ટૂ એન્ડ એનક્રિપ્ટેડ ચેટ -
નવા અપડેટમાં સૌથી ખાસ ફિચર મેસેન્જર પર એન્ડ ટૂ એન્ડ એનક્રિપ્ટેડ (End to End Encrypted) ચેટનુ છે. આ રીતે વૉટ્સએપ (WhatsApp)ની જેમ આ પ્લેટફોર્મ પર પણ તમારી ચેટ એન્ડ ટૂ એન્ડ એનક્રિપ્ટેડ હશે. એટલે કે તમારા અને રિસીવરની ઉપરાંત બીજો કોઇ તમારી ચેટ (Chat)ને નહીં વાંચી શકે.
2. ચેટનો સ્ક્રીનશૉટ લેવા પર આવશે મેસેજ -
આ નવા અપડેટમાં આ કમાલનુ ફિચર પણ જોડવામાં આવ્યુ છે, આ અતંર્ગત જો ચેટ દરમિયાન કોઇ તે મેસેજનો સ્ક્રીનશૉટ (Screenshot) લેશે, તો એક નૉટિફિકેશન તમારી પાસે આવશે, તેમાં બતાવવામાં આવશે કે યૂઝર મેસેજનો સ્ક્રીનશૉટ લઇ રહ્યો છે.
3. સ્વાઇપ ટૂ રિપ્લાય ફિચર -
મેસેન્જર (Messenger)ના નવા અપડેટમાં તમને સ્વાઇપ ટુ રિપ્લાય (Swipe to Reply)નો ઓપ્શન પણ મળશે. આ અંતરગ્ત તમે ચેટ દરમિયાન ઇમૉજી (Emoji)ની સાથે રિપ્લાય પણ કરી શકશો. તમને ચેટ દરમિયાન તસવીર અને વીડિયો મોકલતા પહેલા તેને એડિટ કરવાનો પણ ઓપ્શન મળશે.
આ પણ વાંચો.........
શું IPL 2022માં ભાગ નહી લે ઇગ્લેન્ડના ખેલાડીઓ? સામે આવી આ મોટી જાણકારી
ADR: BJP દેશની સૌથી અમીર રાજકીય પાર્ટી, 2019-20માં પાર્ટીએ 4847 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી
JioPhoneથી પણ સસ્તો ફોન લાવશે આ કંપની ? જાણો ઓછા બજેટવાળા ગ્રાહકો માટે શું બનાવ્યો પ્લાન..........
WhatsApp Web પર આવ્યુ નવુ ફિચર, હવે વધારે સિક્યૉર થઇ જશે તમારુ એકાઉન્ટ, જાણો કઇ રીતે...........