શોધખોળ કરો

WhatsApp Business માં જલદી મળશે આ ફીચર્સ, નાના વેપારીઓને થશે આ ફાયદો

Meta એ WhatsApp બિઝનેસ યુઝર્સ માટે 2 ફીચર્સની જાહેરાત કરી છે

WhatsApp Business New Feature:  Meta એ WhatsApp બિઝનેસ યુઝર્સ માટે 2 ફીચર્સની જાહેરાત કરી છે. જો કે હજુ સુધી આ ફીચર્સ રોલઆઉટ થયા નથી, પરંતુ કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કંપનીની ઓફિશિયલ ચેનલ મારફતે આ બંન્ને ફીચર્સ વિશેની માહિતી શેર કરી છે. હવે બિઝનેસ યુઝર્સ ફેસબુક એકાઉન્ટ વગર પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માટે જાહેરાત બનાવી શકશે. ઉપરાંત નાના ઉદ્યોગો હવે તેમના ગ્રાહકો સાથે સરળતાથી જોડાઈ શકે છે. કંપનીએ આ માટે પેઇડ મેસેજ શરૂ કર્યા છે.

વિશ્વભરમાં WhatsApp બિઝનેસના 200 મિલિયનથી વધુ યુઝર્સ છે.. નવા ફીચરને રજૂ કરતા માર્ક ઝકરબર્ગે કહ્યું કે હવે નાના વેપારીઓ જાહેરાતો મારફતે ગ્રાહકો સુધી સરળતાથી પહોંચી શકશે. આ માટે તેમને ફેસબુક એકાઉન્ટની જરૂર નહીં પડે. જાહેરાત પર ક્લિક કર્યા પછી ગ્રાહકો ઉત્પાદન સંબંધિત પ્રશ્નો પૂછી શકશે, તેને WhatsApp ચેટ દ્વારા જોઈ શકશે અને ખરીદી શકશે. તેનાથી કોમ્યુનિકેશન ઝડપી બનશે અને બિઝનેસ કરતા લોકોને પણ ફાયદો થશે.

પેઇડ મેસેજ પણ ઉપલબ્ધ થશે

વ્હોટ્સએપ બિઝનેસ એપ પર પેઇડ મેસેજ પણ લાવી રહ્યું છે જે મુખ્યત્વે નાના બિઝનેસને મદદ કરશે. આની મદદથી તેઓ અમુક ચાર્જ ચૂકવીને ગ્રાહકોને પર્સનલ મેસેજ મોકલી શકશે  જેમ કે એપોઇન્ટમેન્ટ, જન્મદિવસની શુભેચ્છાઓ અથવા રજાઓ પર ચાલતા સ્પેશ્યલ સેલ સહિતની જાણકારી મોકલી શકશે. નાના ઉદ્યોગોને આનો ફાયદો થશે કારણ કે એક જ સંદેશ એકથી વધુ ગ્રાહકોને મેન્યુઅલી મોકલવાને બદલે તેઓ બધાને અલગ અલગ વ્યક્તિગત મેસેજ મોકલી શકશે. આ સિવાય બિઝનેસ યુઝર્સ મેસેજ મોકલવાનો દિવસ અને સમય પણ સેટ કરી શકશે.

WhatsApp અન્ય ઘણા ફીચર્સ પર પણ કામ કરી રહ્યું છે, જેમાંથી એક ફીચર છે યુઝરનેમ. તે લાઇવ થયા પછી દરેક વ્યક્તિએ એક યુઝર્સ નેમ પસંદ કરવાનું રહેશે. જે અત્યાર સુધી ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર થઈ રહ્યું છે.

WhatsApp પર આવી રહ્યું છે જબરદસ્ત ફિચર

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ બહુ જલદી પોતાના યૂઝર્સ માટે એક નવું ફિચર લાવી રહી છે, હાલમાં કંપનીએ કેટલાક એવા ખાસ ફિચર્સ પર કામ કરવાનું શરૂ કરી દીધુ છે, જેમાંનું એક છે મેસેજ પિન સેટઅપનું ફિચર. વૉટ્સએપ પોતાના યૂઝર્સને ગ્રુપ અને પર્સનલ ચેટમાં પીન મેસેજ માટે ટાઇમ લિમીટ સેટ કરવાની મંજૂરી આપશે. એટલે કે તમે પીન મેસેજ માટે ટાઇમ લિમીટ પસંદ કરી શકશો, કે તે કેટલો સમય પીન કરેલું રહેશે. અત્યારે આ અપડેટ કેટલાક બીટા ટેસ્ટર્સને આપવામાં આવ્યુ છે, જેના પર કામ ચાલુ છે. આગામી સમયમાં કંપની આ ફિચર દરેક માટે રૉલ આઉટ કરી શકે છે. આ અપડેટ વિશેની માહિતી વૉટ્સએપના ડેવલપ પર નજર રાખનારી વેબસાઇટ Wabetainfo દ્વારા શેર કરવામાં આવી છે. નવા ફિચર અંતર્ગત કંપની યૂઝર્સને મેસેજ પીન કરવા માટે ત્રણ ઓપ્શન આપશે, જેમાં યૂઝર્સ મેસેજને 24 કલાક, 7 દિવસ કે 30 દિવસ સુધી પીન કરી શકશે

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

ટોપ સ્ટોરી

ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget