ઓપ્પોનો લેટેસ્ટ 5G ફોન લૉન્ચ, 48MP કેમેરા-8GB અને હાઇટેક પ્રૉસેસર સાથે કરશે કામ, જાણો ખાસિયતો વિશે......
ફોનના પરફોર્મન્સને બેસ્ટ બનાવવા માટે આમાં મીડિયાટેક ડાયમેન્સિટી 700 પ્રૉસેસરનો યૂઝ કરવામાં આવ્યો છે. સાથે જ આમાં કંપનીએ 8GB સુધીની રેમ પણ આપી છે.
નવી દિલ્હીઃ ચીનની પૉપ્યૂલર સ્માર્ટફોન કંપની Oppoએ પોતાનો નવો સ્માર્ટફોન માર્કેટમાં લૉન્ચ કરી દીધો છે. કંપનીએ ઓપ્પો A93s 5Gને માર્કેટમાં ઉતાર્યો છે. આ ફોનને Oppo A93ના જ અપગ્રેડેડ વર્ઝન માનવામાં આવી રહ્યું છે, જેને આ વર્ષે લૉન્ચ કરવામાં આવ્યો હતો. જોકે હજુ ઓપ્પોનો આ ફોન ચીનમાં જ લૉન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનના પરફોર્મન્સને બેસ્ટ બનાવવા માટે આમાં મીડિયાટેક ડાયમેન્સિટી 700 પ્રૉસેસરનો યૂઝ કરવામાં આવ્યો છે. સાથે જ આમાં કંપનીએ 8GB સુધીની રેમ પણ આપી છે. જાણો ઓપ્પો A93s 5Gની કિંમત અને ખાસિયતો......
ઓપ્પો A93s 5Gની આ છે સ્પેશિફિકેશન્સ.....
Oppo A93s 5G સ્માર્ટફોનમાં 6.5 ઇંચની ફૂલ એચડી+ પંચ-હૉલ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનુ રિઝૉલ્યૂશન (1080 x 2400 પિક્સલ) છે. આની સ્ક્રીન 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટની સાથે આવે છે. ફોન એન્ડ્રોઇડ 11 બેઝ્ડ ColorOS 11.1 પર કામ કરે છે. આમાં મીડિયાટેક ડાયમેન્સિટી 700 પ્રૉસેસરનો યૂઝ કરવામાં આવ્યો છે, આ પ્રૉસેસરથી ફોન જબરદસ્ત પરફોર્મન્સ આપે છે. ફોનમાં 8GB રેમ અને 256GB સ્ટૉરેજ આપવામાં આવી છે.
કેમેરા-
Oppo A93s 5Gમાં ફોટોગ્રાફી માટે ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનનો પ્રાઇમરી કેમેરો 48 મેગાપિક્સલનો છે, જ્યારે 2 મેગાપિક્સલનો પોટ્રેટ લેન્સ અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો માટે ઓપ્પોના આ ફોનમાં 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.
બેટરી અને કનેક્ટિવિટી-
પાવર માટે Oppo A93s 5G સ્માર્ટફોનમાં 5,000 mAhની બેટરી આપવામાં આવી છે, જે 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. સિક્યૂરિટી માટે આમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યુ આવ્યુ છે. આ ઉપરાંત ફોનમાં ફેસ અનલૉક ફિચર્સ પણ મળશે. કનેક્ટિવિટીની વાત કરીએ તો આમાં બ્લૂટૂથ, વાઇ-ફાઇ, યુએસબી ટાઇપ સી-પોર્ટ, 3.5mm ઓડિયો જેક, જીપીએસ જેવા ફિચર્સ મળશે. ફોનના પરફોર્મન્સને બેસ્ટ બનાવવા માટે આમાં મીડિયાટેક ડાયમેન્સિટી 700 પ્રૉસેસરનો યૂઝ કરવામાં આવ્યો છે. સાથે જ આમાં કંપનીએ 8GB સુધીની રેમ પણ આપી છે.