Samsung એ યૂઝર્સને કરાવી દીધી મૌજ, સૌથી મોંઘા ફોનની ફ્રીમાં બદલશે ડિસ્પ્લે
Samsung Galaxy S22 Ultra: કંપનીના ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટમાં યૂઝર્સને OCTA એટલે કે ઓન-સેલ ટચ AMOLED એસેમ્બલીનું રિપ્લેસમેન્ટ મળશે
Samsung Galaxy S22 Ultra: સેમસંગે ભારતમાં તેના યૂઝર્સ માટે ખાસ ઓફર લૉન્ચ કરી છે. કેટલાક સમયથી યૂઝર્સે સેમસંગ ફોનના ડિસ્પ્લેમાં ગ્રીન લાઇનની સમસ્યા અંગે ફરિયાદ કરી હતી. કંપનીએ આ માટે યૂઝર્સને વન-ટાઇમ ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ ઓફર કરી હતી. આમાં કંપનીએ Galaxy S21 સીરીઝ અને Galaxy S21 FE રાખ્યા હતા. હવે કંપનીએ તેના સૌથી પ્રીમિયમ મૉડલને પણ આ લિસ્ટમાં સામેલ કર્યું છે. આ કારણે યૂઝર્સને ફોનની સ્ક્રીન બદલવાનો ખર્ચ ઉઠાવવો પડશે નહીં.
Samsung Galaxy S22 Ultra લિસ્ટમાં સામેલ
સેમસંગની આ ઓફર વિશે એક ટિપસ્ટરે સોશિયલ મીડિયા દ્વારા માહિતી શેર કરી છે. સેમસંગ સપોર્ટે પુષ્ટિ કરી છે કે કંપનીએ હવે ભારતમાં ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ પ્રૉગ્રામમાં Samsung Galaxy S22 Ultraનો સમાવેશ કર્યો છે. સેમસંગ એવા સ્માર્ટફોન્સ માટે ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ ઓફર કરી રહ્યું છે, જેમાં ગ્રીન લાઇનની સમસ્યા છે અને જેની વૉરંટી 31 ડિસેમ્બર, 2024 ના રોજ સમાપ્ત થાય છે.
ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ પૉલીસી
કંપનીના ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટમાં યૂઝર્સને OCTA એટલે કે ઓન-સેલ ટચ AMOLED એસેમ્બલીનું રિપ્લેસમેન્ટ મળશે. આ સિવાય યૂઝર્સને ફ્રી બેટરી અને કીટ રિપ્લેસમેન્ટની પણ ઓફર કરવામાં આવી રહી છે. કંપનીનું કહેવું છે કે સ્ક્રીનને ફક્ત તે જ ઉપકરણોમાં બદલવામાં આવશે જે યૂઝર્સને 3 વર્ષની અંદર ખરીદ્યા છે, એટલે કે ફોનની ખરીદીની તારીખ 1 જાન્યુઆરી, 2021 પછીની હોવી જોઈએ. અગાઉના ઉપકરણો આ ઑફર માટે પાત્ર રહેશે નહીં.
કંપનીનું કહેવું છે કે, સ્ક્રીન અને કિટ રિપ્લેસમેન્ટ માટે યૂઝર્સ પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. જોકે, લેબલ ચાર્જ અને રિપેર ખર્ચ યૂઝર્સ પાસેથી વસૂલવામાં આવશે. યૂઝર્સ કે જેઓ તેમના યોગ્ય સેમસંગ સ્માર્ટફોન્સમાં ગ્રીન લાઇનની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેઓ કંપનીના નજીકના સર્વિસ કેન્દ્ર પર એપૉઇન્ટમેન્ટ બુક કરી શકે છે અને ફોન સ્ક્રીનને મફતમાં બદલી શકે છે.
જોકે, આ પહેલીવાર નથી જ્યારે દક્ષિણ કોરિયાની કંપનીએ યૂઝર્સને ફ્રી સ્ક્રીન અથવા અન્ય કોઈ પાર્ટ રિપ્લેસમેન્ટની ઓફર કરી હોય. અગાઉ એપ્રિલમાં પણ કંપનીએ સ્પેશિયલ રિપ્લેસમેન્ટ પ્રૉગ્રામની જાહેરાત કરી હતી. આ રિપ્લેસમેન્ટ પ્રૉગ્રામ ખાસ કરીને તે ગેલેક્સી ઉપકરણો માટે પણ હતો જે ગ્રીન લાઇન સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. તેમાં ગેલેક્સી એસ20 સીરીઝ, ગેલેક્સી નોટ 20 સીરીઝ, ગેલેક્સી એસ21 સીરીઝ અને ગેલેક્સી એસ22 સીરીઝનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો
Samsung એ યૂઝર્સને કરાવી દીધી મૌજ, સૌથી મોંઘા ફોનની ફ્રીમાં બદલશે ડિસ્પ્લે