શોધખોળ કરો
Advertisement
15 હજારથી પણ ઓછી કિંમતમાં Samsung Galaxy A12 ભારતમાં લોન્ચ, જાણો શું છે કિંમત અને ફિચર્સ
Galaxy A12માં 48 મેગાપિક્સલના જબરજસ્ત કેમેરા ફીચર્સ આપવામાં આવ્યા છે અને 5,000mAhની બેટરી આપવામાં આવી છે.
નવી દિલ્હી: સ્માર્ટફોન કંપની સેમસંગે પોતાનો મોસ્ટ અવેટેડ ફોન Galaxy A12ને ભારતમાં લોન્ચ કરી દીધો છે. ફોનમાં 48 મેગાપિક્સલના જબરજસ્ત કેમેરા ફીચર્સ આપવામાં આવ્યા છે અને 5,000mAhની બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનને બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જેની સેલ 17 ફેબ્રુઆરીથી ઈ-કોમર્સ વેબસાઈટ પર શરુ થશે. ત્યારે જાણો આ ફોનના ફિચર્સ અને કિંમત વિશે.
શું છે સ્પેસિફિકેશન્સ
Samsung Galaxy A12માં 6.5 ઈંચની TFT ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું રિઝોલ્યૂશન 720x1,600 પિક્સલ છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 10 પર બેઝ્ડ One UI Core 2.5 પર કામ કરે છે. આ ઓક્ટા કોર પ્રોસેસર મીડિયાટેક હીલિયો P35 ચિપસેટથી લેસ છે.
કેમેરાની વાત કરીએ તો રિયરમાં ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. જેમાં 48MP+5MP+2MP+2MP કેમેરા આપવામાં આવ્યા છે. ગેલેક્સી A12 8 મેગાપિક્સલ શૂટર સાથે આવે છે. જેમાં F/2.2 અપાર્ચર છે.
શું છે કિંમત
Samsung Galaxyન A12ના 4GB રેમ + 64GB ઈન્ટરનલ સ્ટોરેજનવાળા વેરિએન્ટની કિંમત 12,999 રૂપિયા છે. 4GB રેમ + 128GB ઈન્ટરનલ સ્ટોરેજનવાળા વેરિએન્ટની કિંમત 13,999 રૂપિયા છે. આ ફોનને બ્લેક, બ્લૂ અને વ્હાઈટ કલર ઓપ્શનમાં ખરીદી શકશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દુનિયા
દેશ
Advertisement