શોધખોળ કરો
Advertisement
સેમસંગ જલ્દી જ લોન્ચ કરશે 7000mAhની દમદાર બેટરી સાથે Galaxy M12, જાણો શું છે કિંમત અને ફિચર્સ
આ ફોનની સૌથી મોટી ખાસિયત 7000mAhની બેટરી આપવામાં આવી છે. ડિઝાઈનની વાત કરીએ તો સાઈડ ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે.
સ્માર્ટફોન મેકર કંપની સેમસંગ ભારતમાં નવો Galaxy M12 ફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. જેમાં મોટી દમદાર 7000 mAhની બેટરી આપવામાં આવશે. જો કે, આ પહેલા કંપનીએ Galaxy M51માં આટલી મોટી બેટરી આપી હતી.
ગીકબેન્ચ પર સેમસંગ Galaxy M12 સ્માર્ટફોનને સિંગલ કોર ટેસ્ટમાં 178 પોઈન્ટ્સ અને મલ્ટી કોર ટેસ્ટમાં 1025 પોઈન્ટ્સ મળ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર ફોનમાં Exynos 850 પ્રોસેસર અને 3 GB રેમ મળશે. ફોન એન્ડ્રોઈડ11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.
આ સ્માર્ટફોનમાં 2.4 ગીગાહર્ટ્ઝ વાઈફાઈ, બ્લૂટૂથ 5.0નું સપોર્ટ મળશે. સ્માર્ટફોનને કેટલાક માર્કેટ્સમાં ગેલેકસી F12 ના નામથી પણ ઉતારવામાં આવી શકે છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત 7000mAhની બેટરી આપવામાં આવી છે. ડિઝાઈનની વાત કરીએ તો સાઈડ ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે.
ફોટોગ્રાફી માટે ફોનમાં ક્વોડ રિયર કેમેરા સેટઅપ (13MP + 8MP + 2MP + 2MP) મળી શકે છે. રિપોર્ટ અનુસાર Galaxy M12 ની કિંમત 20 હજારની વચ્ચે હોઈ શકે છે. આ ફોન ડિસેમ્બરના અંતમાં અથવા તો નવા વર્ષની શરુઆતમાં લોન્ચ કરવામાં આવી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion