શોધખોળ કરો
Advertisement
આગામી બે દિવસ Netflix પર ફ્રીમાં જોવો Movies અને Web Series, જાણો કઈ રીતે
પોપ્યૂલર અમેરિકન OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ (Netflix) પર શુક્રવારે રાત્રે 12 વાગ્યે તમે પોતાની પસંદની ફિલ્મ અને વેબ સીરીઝને ફ્રીમાં જોઈ શકો છો.
નવી દિલ્હી: પોપ્યૂલર અમેરિકન OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ (Netflix) પર શુક્રવારે રાત્રે 12 વાગ્યે તમે પોતાની પસંદની ફિલ્મ અને વેબ સીરીઝને ફ્રીમાં જોઈ શકો છો. આ પ્લેટફોર્મે ગત દિવસોમાં જાહેરાત કરી હતી કે 5-6 ડિસેમ્બર સબ્સક્રિપ્શન વગરના લોકો પર ફ્રીમાં કન્ટેન્ટનો આનંદ મેળવી શકશે. કંપની આ સુવિધા સ્ટ્રીમ ફેસ્ટ (Stream fest)પર આવી રહી છે. તમે સ્માર્ટફોન, ટીવી અથવા લેપટોપ પર નેટફ્લિક્સ એક્સેસ કરી શકશો.
અપનાવો આ સરળ સ્ટેપ્સ
આગામી બે દિવસ સુધી ફ્રીમાં નેટફ્લિક્સનું એક્સેસ માટે તમારે કેટલાક સ્ટેપ્સ અપનાવવા પડશે, જે ખૂબ જ સરળ છે. સૌથી પહેલા તમારે નેટફ્લિકસ એપ ડાઉનલોડ કરવી પડશે. તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. બાદમાં સાઈન અપ કરવું પડશે એટલે કે એકાઉન્ટ બનાવવું પડશે. જેમાં તમારો મોબાઈલ નંબર,ઈમેલ આઈડી અને પાસવર્ડ જેવી જાણકારી રજિસ્ટર કરવી પડશે.
ખાસ વાત એ છે કે તમને નેટફ્લિક્સ પર એકાઉન્ટ બનાવતા સમયે પોતાના બેંકની કોઈ જાણકારી આપવાની જરૂર નથી. તમે તેને સ્કીપ કરી શકો છો. એકાઉન્ટ બન્યા બાદ તમે લોગ ઈન કરી બે દિવસ સુધી પ્રીમિયમ કન્ટેટ ફ્રીમાં જોઈ શકો છો. તમે Netflix.com/streamfest વેબસાઈટ પર જઈને પણ સુવિધા લઈ શકો છો. 6 ડિસેમ્બર બાદ ફ્રીની સુવિધા પૂર્ણ થશે.
આ શરતો થશે લાગુ
નેટફ્લિક્સ પર ફ્રીમાં બે દિવસ સુધી કન્ટેન્ટ જોઈ શકો છો, પરંતુ તેના માટે કેટલીક શરતો લાગુ થશે. જો તમે નેટફ્લિક્સની ફ્રી ટાયલનો ઉપયોગ કરી ચૂક્યા છો તો તમે આ સુવિધાનો લાભ નહી લઈ શકો. આ સુવિધાનો લાભ એ લોકો જ મેળવી શકશે, જે લોકો પ્રથમ વખત પ્લેટફોર્મ પર એકાઉન્ટ બનાવશે. ફ્રીમાં એક્સેસ મેળવતા લોકો એચડી અને ફૂલ એચડી કન્ટેન્ટ નહી જોઈ શકે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
લાઇફસ્ટાઇલ
સુરત
અમદાવાદ
Advertisement