WhatsApp એ ભારતમાં 65 લાખ એકાઉન્ટ્સ પર કેમ મુક્યો પ્રતિબંધ? કોણે કરી હતી ફરિયાદ?
કંપનીએ ITના નવા નિયમ હેઠળ આ માહિતી આપી છે
WhatsAppએ મે મહિનામાં 65 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતીય ગ્રાહકોની ફરિયાદો બાદ કંપનીએ આ કાર્યવાહી કરી હતી. કંપનીએ ITના નવા નિયમ હેઠળ આ માહિતી આપી છે. આ કાર્યવાહી 1 મે થી 31 મે દરમિયાન કરવામાં આવી છે.
વોટ્સએપે 65 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન 65,08,000 વોટ્સએપ એકાઉન્ટ્સ પર પ્રતિબંધિત મુકાયો હતો. જેમાંથી 24,20,700 એકાઉન્ટ્સ કંપની દ્વારા કોઈપણ ફરિયાદ વિના પ્રતિબંધિત કરાયા હતા.
વોટ્સએપે એપ્રિલમાં 74 લાખ બેડ એકાઉન્ટ બંધ કર્યા હતા
એપ્રિલમાં વોટ્સએપે 74 લાખથી વધુ બેડ એકાઉન્ટ્સને બંધ કરી દીધા હતા. સાથે જ મે મહિનામાં કંપનીને ભારતમાંથી મંજૂરીની અપીલ જેવી 3,912 ફરિયાદ મળી હતી. તેમાંથી 297 કેસ પર કાર્યવાહી કરવામાં આવી હતી.
કેન્દ્રએ ફરિયાદ અપીલ સમિતિ શરૂ કરી
ઈન્ટરનેટ મીડિયાનો ઉપયોગ કરતા લાખો ભારતીયોને સશક્ત બનાવવા કેન્દ્રે તાજેતરમાં ફરિયાદ અપીલ સમિતિની શરૂઆત કરી છે. તે સામગ્રી અને અન્ય મુદ્દાઓના સંદર્ભમાં તેમની ફરિયાદોને સાંભળે છે.
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામે ફરિયાદ પર કાર્યવાહી કરી
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામે પણ ફરિયાદના મળ્યા બાદ કાર્યવાહી કરી હતી. ફેસબુકે 27 ટકા ફરિયાદો પર કાર્યવાહી કરી છે, જ્યારે ઇન્સ્ટાગ્રામે લગભગ 40 ટકા ફરિયાદો પર કાર્યવાહી કરી છે. ફેસબૂક પર વ્યક્તિગત ફરિયાદો એપ્રિલના આંકડાની સરખામણીમાં મે મહિનામાં બમણાથી વધુ વધીને 16,995 થઈ ગઈ હતી અને ઈન્સ્ટાગ્રામ પર 68 ટકાથી વધુનો વધારો થયો હતો.
WhatsApp ચેટ ગુપ્ત રાખવી છે ? કરો આ ઉપાય
મેટાએ તાજેતરમાં જ WhatsApp યુઝર્સની ગોપનીયતાને વધુ સારી અને સુદ્રઢ બનાવવા માટે એપ્લિકેશનમાં ચેટ લોક ફીચર ઉમેર્યું છે. તેની મદદથી તમે તમારી સોસી ચેટ્સને લોક કરી શકો છો. ચેટને લોક કરવા માટે તમારે યુઝરની પ્રોફાઇલ પર જવું પડશે અને ચેટ લોક વિકલ્પને ચાલુ કરવો પડશે. આમ કરવાથી ચેટ બીજા ફોલ્ડરમાં મૂવમાં આવે છે. જો તમે પણ વોટ્સએપના આ ફીચરનો ઉપયોગ કરી રહ્યા છો, તો આ 2 બાબતો ચોક્કસથી જાણી લો.
આ 2 બાબતો ધ્યાનમાં રાખો
જો તમે વોટ્સએપમાં ચેટ લૉક કરી છે, તો તે WhatsApp વેબ વર્ઝનમાં લૉક રહેશે નહીં. જેનો અર્થ છે કે, કોઈપણ તેને જોઈ શકે છે. જો તમે તમારું એકાઉન્ટ WhatsApp વેબ પર ખોલો છો તો બીજી વ્યક્તિ તમારી ચેટ્સ વાંચી શકે છે.
જો તમે ચેટ લોક ફોલ્ડર ખુલ્લું રાખો છો અને આ વિન્ડો બંધ કરવાનું ભૂલી જાઓ છો, તો આ સ્થિતિમાં પણ કોઈપણ તમારી ચેટ્સ વાંચી શકે છે. જેથી ક્યાંક જતા પહેલા વોટ્સએપ બંધ કરી દો. જેથી કરીને તમારી પ્રાઈવસીમાં ખલેલ ના પડે. હકીકતમાં આ એક પ્રકારની ભૂલ હોઈ શકે છે જેને કંપનીએ આવનારા સમયમાં ઠીક કરવી જોઈએ. પરંતુ આવું ક્યારે થશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી.