Phones: ભારતીય માર્કેટમાં મળી રહ્યાં છે આ પાંચ સસ્તાં પણ હટકે કેમેરા ફિચર્સ વાળા 5G ફોન, કેમેરાની રેન્જ છે 108MP સુધીની.......
આજકાલ માર્કેટમાં કેટલીય કંપનીઓના સ્માર્ટફોન અવેલેબલ છે, અને આમાં પણ સ્માર્ટફોનમાં જોવા મળતા કેમેરા કસ્ટમર્સ માટે ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે
Best smartphones with 108MP camera: આજકાલ માર્કેટમાં કેટલીય કંપનીઓના સ્માર્ટફોન અવેલેબલ છે, અને આમાં પણ સ્માર્ટફોનમાં જોવા મળતા કેમેરા કસ્ટમર્સ માટે ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમે ક્યાંક ગયા હોય અને ત્યાં તમારી પાસે કેમેરા ના હોય તો તમે ફોનથી કામ ચલાવી શકો છો, પરંતુ આજકાલના ફોનના કેમેરા એટલા બધા એડવાન્સ છે કે કેમેરાની પણ જરૂર પડતી નથી. આજે અમે આ આર્ટિકલમાં એવા સ્માર્ટફોન વિશે માહિતી આપી રહ્યાં છીએ, જે તેમને ઓછા બજેટમાં સારા કેમેરા ફિચર્સ આપી રહ્યાં છે, એટલું જ નહીં આમાં 50 કે 64MP નહીં પણ 108MPના શાનદાર પ્રાઇમરી કેમેરા મળી રહ્યાં છે, અને સાથે ફોનમાં અલ્ટ્રાવાઇડ અને પૉટ્રેટ લેન્સ પણ અવેલેબલ છે. જુઓ અહીં લિસ્ટ......
આ પાંચ શાનદાર કેમેરા વાળા સ્માર્ટફોન -
OnePlus Nord CE 3 Lite 5G: -
આ સ્માર્ટફોનને કંપનીએ હજુ હમણાં જ લૉન્ચ કર્યો છે, આમાં તમને ત્રિપલ કેમેરા સેટઅપ મળે છે, જેમાં 108MP મેન કેમેરો અને બે 2MP ને કેમેરો છે. સ્માર્ટફોનની કિંમત 19,999 રૂપિયાથી શરૂ થાય છે. ફ્રન્ટમાં 16MPનો કેમેરો આપવામાં આવ્યો છે.
realme 10 Pro 5G: -
આ સ્માર્ટફોન 5000 એમએએચની મોટી બેટરી, 108MPનો પ્રાઇમરી કેમેરો અને 2MP ના બે કેમેરાની સાથે આવે છે. ફ્રન્ટમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 16MPનો કેમેરો મળે છે. સ્માર્ટફોનને 18,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
Xiaomi Redmi Note 11 Pro Plus 5G: -
આ સ્માર્ટફોનમાં તમને 108MP નો પ્રાઇમરી કેમેરો, 8MP નો અલ્ટ્રા વાઇડ કેમેરો અને 2 MP નો પ્રૉટ્રેટ લેન્સ મળે છે. ફ્રન્ટમાં 16MP નો કેમેરો આપવામાં આવ્યો છે. આની કિંમત 20,999 રૂપિયા છે. ફોનમાં 5000 એમએએની બેટરી અને સ્નેપડ્રેગન ચિપસેટનો સપોર્ટ મળે છે.
Samsung Galaxy M53 5G: -
આ સ્માર્ટફોનની કિંમત પણ 20,999 રૂપિયા છે. આમાં તમને રિયર સાઇડ પર ચાર કેમેરો મળે છે, જેમાં 108MP નો મેન કેમેરો, 8MP નો બીજો અને 2MP ના બે કેમેરા છે. ફ્રન્ટમાં 32 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.
realme 9: -
આ સ્માર્ટફોનની કિંમત 16,999 રૂપિયા છે, આમાં તમને 5000 એમએએચની બટેરી, 16MP નો ફ્રન્ટ કેમેરો અને સ્નેપડ્રેગન 680 ચિપસેટનો સપોર્ટ મળે છે. ફોનના રિયર સાઇડમાં 108MP નો મેન કેમેરો, 8MP નો અલ્ટ્રાવાઇડ કેમેરો અને 2MP ત્રીજો કેમેરો છે.
આમાંથી કોઇપણ સ્માર્ટફોનને તમે તમારી પસંદગીના હિસાબે ખરીદી શકો છો. આમાંથી કેટલાક સ્માર્ટફોન પર તમને ઇ-કોમર્સ વેબસાઇટ પર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.