શોધખોળ કરો
અબડાસામાં ચૂંટણી પ્રચારમાં CM રુપાણીએ કૉંગ્રેસના નેતાઓ સામે ઉઠાવ્યા ગંભીર સવાલ, જુઓ વીડિયો
અબડાસામાં ચૂંટણી પ્રચાર દરમિયાન સીએમ રૂપાણીએ કૉંગ્રેસના નેતાઓ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. કૉંગ્રેસના નેતાઓએ જયપુરમાં દારુ પીધો હોવાનો મુખ્યમંત્રી વિજય રુપાણીએ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું-કોરોનાકાળમાં જયપુરના રિસોર્ટમાં કૉંગ્રેસના નેતાઓએ દારુ પીને સ્વિમિંગ પુલમાં ડૂબકી મારી હતી. મુખ્યમંત્રી વિજય રુપાણીએ પેટા ચૂંટણીની પહેલી સભા અબડાસામાં સંબોધી હતી. દરમિયાન મુખ્યમંત્રીએ કૉંગ્રેસના નેતાઓએ જયપુરમાં મહેફીલ માણી હોવાનો પણ આરોપ લગાવ્યો સાથે જ એ મુદ્દે હિસાબ માંગવાનુ પણ મતદાતાઓને આહવાન કર્યું હતું.
આગળ જુઓ





















