Hu to Bolish | હું તો બોલીશ | જીવલેણ બીમારી
ગુજરાતમાં જીવલેણ ચાંદીપુરમ વાયરસે મચાવ્યો છે તરખાટ...સાબરકાંઠા...અરવલ્લી....મહીસાગર....ખેડા....મહેસાણા...રાજકોટ બાદ હવે પાટનગર ગાંધીનગરમાં પણ શંકાસ્પદ ચાંદીપુરમથી એક બાળકીનું મૃત્યુ થયું...ગાંધીનગરના ભાટ છાપરાવાસમાં રહેતી 15 મહિનાની બાળકીનું ચાંદીપુરમ વાયરસથી મોત થયાની આશંકા છે...દહેગામ તાલુકાના અમરાજીના મુવડા ગામમાં પણ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે...એક બાળક શંકાસ્પદ ચાંદીપુરમથી સંક્રમિત થતાં તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે...ગાંધીનગર જિલ્લાના આરોગ્ય વિભાગે સમગ્ર વિસ્તારમાં સર્વેની કામગીરી શરૂ કરી છે...અમદાવાદ શહેરમાં પણ 2 બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના લક્ષણ જોવા મળ્યા છે...ચાંદલોડિયા વિસ્તારનું એક બાળક અને આંબાવાડી વિસ્તારના એક બાળકમાં લક્ષણો જોવા મળતા સારવાર અર્થે ખસેડાયા..અમદાવાદ સિવિલમાં અલગ-અલગ જિલ્લામાંથી 6 બાળકોને દાખલ કરાયા છે... જેમાના 2 દિવસ અગાઉ દાખલ કરાયેલા મહેસાણા જિલ્લાના એક બાળકનું મૃત્યુ થયું... પંચમહાલ જિલ્લામાં એક બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મૃત્યુ થયું...ગોધરા પાસેના કોટડા ગામની બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા હતા.. તેને સારવાર અર્થે વડોદરાની SSG હોસ્પિટલ ખસેડાઈ હતી... જ્યાં તેનું મોત થયું...બાળકીના સેમ્પલ પૂણેની લેબોરેટરીમાં મોકલાયા છે... રિપોર્ટ બાદ બાળકીના મોતનું કારણ બહાર આવશે....મહીસાગર જિલ્લાના જુના રાબડિયા ગામે 5 વર્ષની બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસનો કેસ જોવા મળ્યો...ગઈકાલે અમદાવાદમાં સારવાર દરમિયાન આ બાળકીનું મૃત્યુ થયું...