Hu to Bolish | હું તો બોલીશ | ક્યારે અટકશે વ્યાજખોરોનો આતંક?
ભાવનગરના પાલિતાણા તાલુકાના ભૂંડરખા ગામે વ્યાજખોરના ત્રાસથી એક વ્યક્તિએ ટૂંકાવ્યું જીવન. સુરેશ ચૌહાણ નામનો યુવક તળાજામાં એક ધાર્મિક સ્થળ પર દર્શન કરવા ગયો હતો. જ્યાં તેણે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી. મૃતકના પરિવારજનોનો આરોપ છે કે, વ્યાજખોરના ત્રાસથી સુરેશે જીવન ટૂંકાવ્યું. તળાજા પોલીસે સમગ્ર ઘટનાને લઈ AD દાખલ કરી છે. પરિવારજનોની માંગ છે કે વ્યાજખોર સામે FIR દાખલ કરવામાં આવે.
સુરત પોલીસે કૂખ્યાત વ્યાજખોર ધર્મેન્દ્ર ઉર્ફે લાલીની ધરપકડ કરી. તેની પાસેથી 57 કોરા ચેક અને ચેક બૂક મળી આવ્યા. સુરત પોલીસના લોકદરબારમાં એક મહિલાએ આરોપી ધર્મેન્દ્ર સામે ફરિયાદ આપી હતી. આરોપી ધર્મેન્દ્રએ ફરિયાદીને 2019માં 2 લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા. 2 લાખના બદલામાં 6 લાખ, 83 હજાર રૂપિયા વસૂલી લીધા હતા. તેમ છતાં વધુ 3 લાખ રૂપિયા આપવાનું કહી ધમકી આપતો. આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે લાલીનો ગુનાહિત ઈતિહાસ રહેલો છે.. તેની સામે 4 ગુના અગાઉ નોંધાઈ ચૂક્યા છે. વર્ષ 2012માં તેને 2 વર્ષ માટે સુરત જિલ્લામાં તડીપાર કરાયો હતો..