શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : આ 'દેવ' દાનવ છે !

સુરતનો તથ્ય...દેવ ડેર....કે જેણે આજે એક પરિવારનો આધારસ્તંભ ગણાતા મોભીને મોતને ઘાટ ઉતારી દીધા....અગાઉ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અકસ્માતના ગુનામાં ઝડપાઈ ચૂકેલા આ નબીરાએ આજે વધુ એક અકસ્માત સર્જયો...અને વેસુથી સુરત રેલવે સ્ટેશન માતા-પિતાને લેવા જવા નીકળેલા એક કાપડ વેપારી  સંજય ધૂતને અડફેટે લીધા....અકસ્માત એવો ખતરનાક હતો કે, બાઈક ચાલક સંજયભાઈ બ્રિજના એક છેડેથી 15થી 20 ફૂટ જેટલા ફંગોળાઈને બ્રિજના બીજા છેડે પડ્યા...એક તરફ મૃતકના માતા-પિતા રેલવે સ્ટેશન પર દીકરાની વાટ જોઈ રહ્યા હતા...તો બીજી તરફ તેમને માથા પર ગંભીર ઈજા પહોંચવાના કારણે તેઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું....અકસ્માત સર્જ્યા બાદ આ નબીરો દેવ ડેર ત્યાંથી ફરાર થઈ ગયો...જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો...કારમાંથી પોલીસને ભાજપનો ખેસ, ખાલી પ્લાસ્ટિકના ગ્લાસ, કોલ્ડ્રિંગ્સ ભરેલી પ્લાસ્ટિકની બોટલ મળી આવી છે....નબીરાની કારમાંથી જે કોલ્ડ્રિંગ્સ મળી આવ્યું છે તેમાં દારૂ મિક્સ હતો કે નહીં તેની તપાસ FSLએ હાથ ધરી છે....સ્પીડ બાબતે આરટીઓનું સર્ટિફિકેટ મેળવવામાં આવશે...લાયસન્સ સસ્પેન્ડ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે...દેવની કારનો વીમો પણ એક્સપાયર હોવાનું સામે આવ્યું છે....

કાપડ વેપારીને સંતાનમાં એક પુત્ર છે....મૃતક સંજય ધૂત સુરતના વરાછામાં આવેલી જૂની બોમ્બે માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા હતા....પુત્રના અભ્યાસની સાથે પિતાને આર્થિક રીતે મદદરૂપ બનતા હતા....સંજયભાઈના માતા પિતા વતનથી સુરત આવવાના હોવાથી તેમને વહેલી સવારે તેઓ ઘરેથી રેલવે સ્ટેશન જવા નીકળ્યા હતા...તે દરમિયાન આ નબીરાએ તેમને અડફેટે લીધા....

આ એ દેવ છે જેના અગાઉ અનેક કારનામા બહાર આવી ચૂક્યા છે....8 ઓગસ્ટે મોડી રાત્રે દેવની કારનો અન્ય કાર સાથે અકસ્માત થયો....ત્યારબાદ ઝઘડો થયો...જેમાં દેવ ડેરે પોતાની કારના બોનેટ પર એક યુવકને લટકાવી દીધો... અને પોતાની કાર બેથી અઢી કિલોમીટર સુધી દોડાવી ગેલેક્સી સર્કલથી નિશાંત સર્કલ તરફ છોડ્યો હતો...પોલીસે સમગ્ર ઘટનામાં દેવ ડેર સામે કલમ 185 અને 337 હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી...દેવ ડેરે ત્યારે ખુદ કબૂલ્યું હતું કે, તે દમણથી દારૂ પીને આવ્યો હતો....અને કારમાં દારૂ પીતા પીતા સુરતના રસ્તા પર ગાડી દોડાવી રહ્યો હતો....

26મી ઓક્ટોબર 2022ની રાત્રે સવા એક વાગ્યે વેસુ સોમેશ્વરા ચાર રસ્તા પાસે આવેલા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલપંપ ઉપર ડીઝલ પૂરવા લાઇન તોડી ઘૂસી ગયો હતો....ત્યારબાદ કર્મચારીને એરગનથી માર મારી પેટ્રોલપંપ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો...ત્યારે પણ ઉમરા પોલીસે તેની ધરપકડ કરી હતી....

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

Embed widget