Ahmedabad | વસ્ત્રાલ ‘જય રણછોડ માખણ ચોર’ ના નાદથી ગુંજી ઉઠ્યો, ભગવાન જગન્નાથનાં મામેરા દર્શનની સાથે નીકળી શોભાયાત્રાં
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે બસ ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ભગવાનના મામેરાના યજમાન વિનોદ પ્રજાપતિના પરિવારે ભગવાનનું ધામધૂમ પૂર્વક સામૈયું કર્યું જેમાં મોટી સંખ્યામાં લોકો આ સામૈયામાં જોડાયા પાંચ વર્ષ બાદ વિનોદ પ્રજાપતિના પરિવારને આ રૂડો અવસર પ્રાપ્ત થયો છે અને વસ્ત્રાલવાસીઓને પણ ભગવાન જગન્નાથજીના આશીર્વાદ મળી રહે તેના માટે આજે આ ભવ્ય યાત્રા નીકળી છે. ભક્તોમાં એક અનેરો આનંદ ઉમંગ અને ઉલ્લાસની લાગણી જોવા મળી રહી છે.
સરસપુર બાદ હવે જગન્નાથ મંદિરમાં પણ ભગવાનનો ધામધૂમ પૂર્વક મામેરુ ભરવામાં આવ્યું જેઠવદ અમાસથી લઈને અષાઢ સુદ ત્રીજ સુધીના ભગવાનના શણગાર દર્શન માટે મૂકવામાં આવ્યા વાજતે ગાજતે તમામ યજમાન ભગવાનનું આ મામેરુ લઈનેો આવ્યા ભગવાન માટે સુંદર કલાત્મક વાઘા છેલ્લા એક મહિનાથી બનતા હતા જે આજે દર્શન માટે ભક્તો માટે મૂકવામાં આવ્યા ભગવાન માટે રંગબેરંગી અને જાત જાતના આભૂષણ તૈયાર કરવામાં આવ્યા છે ભગવાન જ્યારે નિજ મંદિર પરત ફરશે ત્યારે રત્નવેદી સિંહાસન ઉપર જ્યારે તેઓ બિરાજમાન થશે તે સમયે ભગવાન આ સુંદર સાંજ શણગાર સજશે આ સિવાય જ્યારે શાહી રથ પર સવાર થશે ત્યારે પણ ભગવાનનો જે શૃંગાર હશે તે ખૂબ જ મનમોહક હશે.