Ahmedabad News : જૂના વાડજ અને અમરાઈવાડીમાં ગુંડાઓનો આતંક, કાયદો અને વ્યવસ્થાના ઉડ્યા લીરેલીરા
અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાનો લીરેલીરા ઉડ્યા: જૂના વાડજ અને અમરાઈવાડીમાં ગુંડાઓનો આતંક
અમદાવાદમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા છે. જૂના વાડજ અને અમરાઈવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. જૂના વાડજની રામ કોલોનીમાં 100 થી વધુ ગુંડાઓએ સમગ્ર વિસ્તારને બાનમાં લીધો. ધોકા, લાકડી, તલવાર જેવા ઘાતક હથિયારો સાથે વાહનોમાં તોડફોડ કરી. અંદાજિત 20 થી 25 ગાડીઓમાં તોડફોડ કરી, જેના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે હથિયારો સાથે ગુંડાઓ તોડફોડ કરી રહ્યા છે. જોકે, હાલ તો પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે, જ્યારે સીસીટીવીના આધારે બાકીના આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ તરફ, અમરાઈવાડી વિસ્તારમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા. મંજી ભીલની ચાલીમાં ગુનેગારોએ ઉત્પાત મચાવ્યો, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની ઘટનાઓ આકાર પામી રહી છે. આ તરફ, પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો છે. આવા લોકોને, આવા અસામાજિક તત્વોને પાઠ ભણાવો હવે જરૂરી છે.
જૂના વાડજ અને અમરાઈવાડીના અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં અસામાજિક તત્વોએ ભયાનક ભય ફેલાવવાનો પ્રયત્ન કર્યો. કારણ શું હતું તે હજુ સુધી પ્રાપ્ત નથી થયું. 50 જેટલા લોકો એક સાથે ત્રાટકે છે અને ગાડીઓમાં નુકસાન પહોંચાડતા હોય એવા દ્રશ્યો સામે આવ્યા. અમદાવાદની જે અમરાઈવાડી વિસ્તાર છે, અમરાઈવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધી ગયો. અસામાજિક તત્વો દ્વારા આ દુકાન પર આવી અને તોડફોડ કરવામાં આવી હતી. આપણે આ દુકાનદાર સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. અહીં મહિલાઓ છે, તેમની સાથે આપણે વાત કરીશું.