(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad News | શું અમદાવાદમાં થયું ગેરકાયદે ધર્માંતરણ? પોલીસ તપાસમાં શું થયો મોટો ખુલાસો?
અમદાવાદમાં ગેરકાયદે ધર્માંતરણનો મામલો: પોલીસે દરોડા પાડી 26 લોકોને પૂછપરછ માટે લીધા. અમદાવાદના પાલડી વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતર થઈ રહ્યું હોવાની વિહિપની ફરિયાદના આધારે પોલીસે દરોડા પાડ્યા. પોલીસ કોચરબ આશ્રમની સામે આવેલી સ્પેન ટ્રેડ સેન્ટરના સાતમા માળે આવેલી 708 નંબરની ઓફિસમાં પહોંચીને તપાસ કરી. ત્યાં એક બે નહીં પણ 26 લોકો પ્રાર્થના સભામાં બેઠા હતા. પોલીસે તમામ લોકોને પોલીસ મથક લઈ જઈને પૂછપરછ કરી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે 26 માંથી સાત લોકો દાહોદના અને 19 લોકો મધ્યપ્રદેશના જાંબુવાનના રહેવાસી છે. તમામ છેલ્લા ચાર વર્ષથી ફતેવાડી વિસ્તારમાં રહી મજૂરી કામ કરતા હતા. એટલું જ નહીં, દર રવિવારના દિવસે અહીં પ્રાર્થના સભામાં આવતા હોવાનો અને છેલ્લા કેટલાક વર્ષોથી ક્રિસ્તી ધર્મ અપનાવતા હોવાની કબુલાત કરી. પોલીસે તમામના નિવેદન નોંધ્યા. જ્યાં પ્રાર્થના સભા ચાલતી હતી તેની તપાસ કરતાં ઓફિસ એક ટ્રસ્ટના નામે ચાલતી હોવાનું સામે આવ્યું. હાલ તો પોલીસે પ્રાર્થના કરાવનારા સાત શક્સોનું નિવેદન નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પાલડીમાં સ્પાન કોમ્પ્લેક્સના સાતમા માળે "બ્રધરન એસેમ્બલી" નામની ઓફિસ છે. ખ્રિસ્તી ધર્માંતરની પ્રવૃત્તિ થઈ રહી છે એવા મેસેજ આધારે પોલીસ ત્યાં ગઈ. ત્યાં 26 માણસો પ્રાર્થના કરતા જોવામાં આવ્યા. બધાને પૂછપરછ માટે એમની પ્રાર્થના પૂરી થઈ પછી પોલીસ મથક લઈ જવામાં આવ્યા. આ તમામના સ્ટેટમેન્ટ લેવામાં આવી રહ્યા છે. જેમાં સાત માણસો દાહોદના છે અને 19 માણસો જાંબુઆના છે. તેઓ વાડી કેનાલ ખાતે ઝૂપડપટ્ટીમાં રહે છે અને મજૂરી કામ કરે છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી અહીં રહીને, અત્યારે પૂછપરછમાં પ્રાથમિક રીતે જે 26 લોકો છે તે છેલ્લા 12 વર્ષથી લઈને ત્રણ વર્ષથી ખ્રિસ્તી ધર્મ અપનાવતા હોવાનું દરેકે જણાવ્યું છે.
ઓથેન્ટિક કોઈ સર્ટીફિકેટ કે એવું કોઈ પણ દસ્તાવેજ કોઈએ રજૂ કર્યું નથી. જે લોકો ખ્રિસ્તી ધર્મ માને છે તેમની પાસેથી તેમણે જે પરિવર્તન કર્યું હોય તે બાબતેના ડોક્યુમેન્ટ માંગવામાં આવશે. અને એ કાર્યવાહી થયા પછી ડોક્યુમેન્ટ રજૂ નહીં કરે તો જે યોગ્ય સત્તા છે તેની પાસેથી મંજૂરી મેળવી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.