MICA student killing: અમદાવાદના બોપલમાં થયેલી વિદ્યાર્થીની હત્યા મામલે થયો મોટો ખુલાસો
અમદાવાદના બોપલ વિસ્તારમાં 10 નવેમ્બર રવિવારના રોજ થયેલી વિદ્યાર્થીની હત્યા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસે હત્યારાની ઓળખ કરી લીધી છે અને તેમની પંજાબથી ધરપકડ પણ કરી લેવામાં આવી હોવાની વાત સામે આવી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર વિદ્યાર્થી પ્રિયાંશું જૈનની હત્યા કરનારો પોલીસકર્મી જ નિકળ્યો છે. પોલીસકર્મી વિરેંદ્રસિંહ પઢિયારે હત્યા કર્યાની કબૂલાત કરી છે.
અમદાવાદનો પોલીસકર્મી જ વિદ્યાર્થીનો હત્યારો નિકળતા અનેક સવાલો ઉઠ્યા છે. રક્ષક જ ભક્ષક નિકળતા પોલીસની કામગીરી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોંસ્ટેબલ વિરેંદ્રસિંહ પઢિયારે MICAના વિદ્યાર્થીની હત્યા કર્યાની વાતથી સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. વિરેંદ્રસિંહ પઢીયાર હત્યા કર્યા બાદ પંજાબ ફરાર થયો હતો. જે બાદ પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા કર્યા. પોલીસે કેચમા આધારે આરોપી શોધખોળ આદરી હતી. અમદાવાદ સીટી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની અટકાયત કરવામાં આવી છે.