(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad Rain | અમદાવાદમાં સવારથી વરસાદનો પ્રારંભ, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rain | અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારના અમુક વિસ્તારોમાં આજે વરસાદી ઝાપટા પડ્યા હતા. સવારે વરસાદને પગલે કામ-ધંધે જતાં લોકો રેઇન કોટ અને છતરી સાથે નજર આવ્યા હતા. જ્યારે વરસાદને પગલે વાહનચાલકોને થોડી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની (rain) હવામાન વિભાગે (Meteorological Department)આગાહી વ્યક્ત કરી છે. .. કચ્છ સૌરાષ્ટ્રના અમુક સ્થળોએ મધ્યમ, તો ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ (rain) વરસી શકે છે.રાજ્યમાં આગામી ત્રણ કલાક મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ભાવનગરમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા,સાબરકાંઠામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી,મહીસાગર, પંચમહાલ,દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ,નર્મદા, સુરત,તાપી,ડાંગ, વલસાડ,વડોદરા, આણંદ,ખેડા,અમદાવાદ, ગાંધીનગર, દમણ, દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની શક્યતા છે