Share Market: સતત બીજા દિવસે લાલ નિશાન સાથે ખૂલ્યુ માર્કેટ, સેન્સેક્સમાં 500 પોઈન્ટથી વધુનો કડાકો
અમેરિકાના શેરબજારમાં હાહાકાર મચી ગયો છે. ગુરુવારે રાત્રે અમેરિકન માર્કેટમાં નાસ્ડેક લગભગ 6 ટકા ઘટ્યો હતો, જ્યારે ડાઉ જોન્સ ઇન્ડેક્સમાં 1600 પોઈન્ટ અથવા લગભગ 4 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. S&P 500 પણ લગભગ 5 ટકા ઘટ્યો હતો. તેની અસર આજે ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહી છે. ભારતીય શેરબજારમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે.
સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ ઘટ્યો છે, જ્યારે નિફ્ટીમાં પણ 300 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી હાલમાં 23000ના સ્તરથી નીચે ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે સેન્સેક્સ 75500ની નીચે જોવા મળી રહ્યો છે. જોકે, નિફ્ટી બેન્ક 90 પોઈન્ટ નીચે છે. બીએસઈના ટોચના 30 શેરોમાંથી 26 શેરો ભારે નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે એચડીએફસી બેન્ક, ભારતી એરટેલ અને 2 અન્ય શેરો વધી રહ્યા છે. સૌથી મોટો ઘટાડો ટાટા મોટર્સના શેરમાં 4 ટકાનો રહ્યો છે. આ પછી ટાટા સ્ટીલ અને એલ એન્ડ ટીના શેરમાં પણ લગભગ 2.5 ટકાનો ઘટાડો થયો છે.





















