Ambalal Patel: મકાનના છાપરા ઉડી જાય એવો ફુંકાશે પવન.. વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની આગાહી
Ambalal Patel: મકાનના છાપરા ઉડી જાય એવો ફુંકાશે પવન.. વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનનો મિજાજ બદલાવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ૬ જૂન સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ અને ભારે પવન ફૂંકાઈ શકે છે. ખાસ કરીને કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા વંટોળની પણ આગાહી કરવામાં આવી છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે.
રાજ્યમાં આગામી દિવસોમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાવાની અને વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. તેમણે જણાવ્યું કે, હાલમાં વાવાઝોડું નબળું પડ્યું છે, પરંતુ આજથી (૨૪ મે, ૨૦૨૫) અરબી સમુદ્રમાં કોંકણ પાસે લો પ્રેશર બનવાની શરૂઆત થશે, જે ગુજરાતના હવામાન પર અસર કરશે.




















