Ambalal Patel | ગુજરાતમાં ખાબકશે 8થી 10 ઇંચ વરસાદ | અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel | ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ રહી છે, ક્યાંક ક્યાંક ધીમી ધારે અને ઝરમર વરસાદ શરૂ થયો છે, પરંતુ આ બધાની વચ્ચે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે, અંબાલાલ પટેલે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી છે, એટલું જ નહીં 10 ઇંચથી વધુ વરસાદ પડવા સાથે અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિનુ નિર્માણ થવાની પણ વાત કહી છે.
ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ પોતાની પૂર્ણ તાકાત સાથે વરસી શકે છે. હવામાન નિષ્ણાંત અને આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાના વરસાદની સ્થિતિ સ્પષ્ટ કરતાં મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ પડશે. ખાસ કરીને આગામી ત્રમ દિવસમાં દક્ષિણ ગુજરાતમા પાણી પાણી થઇ જશે, 10 ઇંચથી વધુ વરસાદ પડશે, એટલુ જ નહીં અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિનું પણ નિર્માણ થશે.