Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહી
નવરાત્રીમાં વરસાદની શક્યતા: અંબાલાલ પટેલનું અનુમાન
નવરાત્રીમાં વરસાદની શક્યતાને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે કે નવરાત્રીમાં વરસાદની શક્યતા છે. હવામાન અંગે જોઈએ તો આજે પણ ભિન્ન ભિન્ન ભાગોમાં તડકો, વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં ભારે વરસાદી ઝાપટું આવી શકે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ક્યાંક વરસાદી ઝાપટું પડવાની શક્યતા રહેશે. પરંતુ મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપડા પડવાની શક્યતા ગણી શકાય. જેમાં વડોદરાના ભાગો, આણંદના ભાગો અને ક્યાંક વરસાદી ઝાપટાઓ થઈ શકે. આ ઉપરાંત ખેડા જિલ્લાના કેટલાક ભાગમાં વરસાદી ઝાપડા થઈ શકે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ વરસાદી ઝાપડા થઈ શકે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદી ઝાપડા થઈ શકે. તારીખ પહેલી, બીજી અને ત્રીજીમાં આ તડકા વચે ક્યાંક જ વરસાદ આવી શકે, પણ આ તડકો જે છે એ અકળાવનારો હશે.
નવરાત્રિમાં હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર આ બે ચોમાસાના નક્ષત્રો રહે છે. એટલે હસ્ત નક્ષત્રમાં નવરાત્રિના શરૂઆતના લગભગ પાંચમી તારીખ સુધીમાં એક સ્થાનિક સિસ્ટમ બનશે. એટલે શરૂઆતમાં ક્યાંક વાદળ વાયુ કે ક્યાંક હળવો વરસાદ થઈ શકે, પણ આ ભિન્ન ભિન્ન ભાગોમાં થઈ શકે. પરંતુ તારીખ સાતથી 12 માં દક્ષિણ જે ભારતનો ભાગ છે, છેક દક્ષિણમાં કર્ણાટકથી લઈને છેક દક્ષિણ ભારતના ભાગ સુધીમાં સિસ્ટમ આવે અને ત્યાંના ભેજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ કિનારાના ભાગો સુધી આવી શકે અને મધ્ય ગુજરાતના ભાગો પણ આનો ભેજ આવી શકે. એટલે મધ્ય ગુજરાતના ભાગો સુધીમાં આ ભાગોમાં તારીખ 7 થી 12 માં કે 8 થી 12 માં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ ભિન્ન ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. આ વરસાદ લગભગ ગુજરાત નવરાત્રીની શરૂઆતમાં પણ કોઈ કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે. એટલે મધ્ય નવરાત્રી પછી ભાગમાં વરસાદી ઝાપડાની શક્યતા વધુ રહી શકે તેમ છે.