Gujarat Congress: કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે મોટા ઘમાસાણના એંધાણ
કોંગ્રેસમાં પ્રમુખ પદનો કકળાટ વકર્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદે પાટીદાર નેતાને સ્થાન આપવા માંગ પ્રબળ બની. કોંગ્રેસના પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરે આ અંગે રાહુલ ગાંધીને પત્ર લખ્યો. પાટીદાર આગેવાનોની મંગળવારની બેઠકનો પત્રમાં ઉલ્લેખ કર્યો.. તેમણે હાલની સ્થિતિ અંગે ચર્ચા કરવા રાહુલ ગાંધીનો સમય માંગ્યો.
ચૂંટણી માટે જાતિ આધારિત સમીકરણ અંગે ચર્ચા કરવા માટે પણ સમય માંગ્યો.
તો પાટીદાર બાદ કોળી સમાજને પ્રમુખ પદ આપવાની પણ માંગ ઉઠી. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આ માંગ કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સમક્ષ કરી. તેમણે પોતાની રજૂઆતમાં જણાવ્યું કોળી અને ઠાકોર સમુદાયની વસ્તી ગુજરાતમાં મોટા પ્રમાણમાં છે.. કોંગ્રેસથી વિમુખ થયેલા કોળી સમુદાયને ફરી કોંગ્રેસ તરફ વળવા કોળીને પ્રમુખ બનાવવામાં આવે..





















