CM Bhupendra Patel | ચોમાસામાં રોડ રસ્તાની દયનીય સ્થિતિને લઈને દાદા બગડ્યા જવાબદાર અધિકારીઓ પર
CM Bhupendra Patel | ચોમાસામાં રોડ રસ્તાની દયનીય સ્થિતિને લઈને દાદા બગડ્યા જવાબદાર અધિકારીઓ પર
ચોમાસા રોડ રસ્તા અને પુલોની ખખડધજ સ્થિતિને લઈને મુખ્યમંત્રીએ જવાબદાર અધિકારીઓને ખાસ સૂચના આપી છે.. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ રોડ રસ્તાની ખરાબ સ્થિતિને લઈને જવાબદાર અધિકારીઓને આડેહાથે લઈ લીધા હતા.. તેમણે રાજકોટ જામનગર જૂનાગઢ સહિતના વિસ્તારોમાં રોડ રસ્તાઓની કપરી સ્થિતિ અંગે વાત કરી હતી.. નબળા બાંધકામ માટે કોન્ટ્રાક્ટર તો જવાબદાર છે પણ આ સાથે અધિકારીઓની જવાબદારી પણ ફિક્સ કરવી જોઈએ.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટની બેઠકમાં રોડ રસ્તાઓની સ્થિતિની સમીક્ષા કરીને જવાબદાર અધિકારીઓને આવી સ્થિતિ ફરી ન બને તે માટે ખાસ ટકોર કરી હતી.. હવે જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવા માટે સૂચના આપવામાં આવી છે...


















