Electricity Demand Rise: હીટવેવના કારણે ગુજરાતની સર્વોચ્ચ વીજ માંગનો રેકોર્ડ એક જ દિવસમાં તૂટી ગયો
હીટવેવના કારણે ગુજરાતની સર્વોચ્ચ વીજ માંગનો રેકોર્ડ એક જ દિવસમાં તૂટ્યો. 20 મેના રોજ સમગ્ર ગુજરાતની વીજ માગ 24 હજાર 675 મેગાવોટ નોંધાઈ. અને 21 મેના રોજ ગુજરાતની વીજ માગ 24 હજાર 782 મેગાવોટ પર પહોંચી. ભીષણ ગરમીના કારણે વીજળીની માગ વધી છે. બપોરના તો ગરમી પડી જ રહી છે. પણ સાંજે પણ તાપમાનનો પારો નીચે આવતો નથી. જેના કારણે વીજ વપરાશ સતત ચાલુ જ રહે છે. ૨૧ મેએ આખા ગુજરાતે ૫૦૫ મિલિયન યુનિટનો વીજ વપરાશ કર્યો હતો.જેમાં ૫૨ મિલિયન યુનિટ વીજળી તો એકલા અમદાવાદ અને સુરતે વાપરી. વડોદરા સહિત બાકીના શહેરી વિસ્તારોનો વીજ વપરાશ ૭૯.૫ મિલિયન યુનિટ નોંધાયો. શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ વપરાશ વચ્ચે ઘણો તફાવત જોવા મળી રહ્યો છે.ગ્રામ્ય વિસ્તારો જેટલી વીજળી વાપરી રહ્યા છે તેની સરખામણીમાં 70 ટકા વીજ વપરાશ તો અમદાવાદ અને સુરત એમ બે જ શહેરોનો છે.




















