Jagadguru Shankaracharya Interview | શારદાપીઠના શંકરાચાર્યજી સાથે Exclusive ઈન્ટરવ્યૂ
દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ લવ જેહાદ અને ધર્માંતરણને હિંદુ ધર્મ અને સનાતન સંસ્કૃતિ વિરુદ્ધનું ષડયંત્ર ગણાવ્યુ છે... હિંદુઓને કન્વર્ટ કરી ઈસ્લામ અને ઈસાઈ ધર્મ અંગિકાર કરાવવાની પ્રવૃતિને મોટું ષડયંત્ર ગણાવવાની સાથે સાથે લવ જેહાદ મુદ્દે પણ જગદગુરુ શંકરાચાર્યએ અનેક સવાલ ઉઠાવ્યા છે...ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરી સાચા અર્થમાં રામરાજ્ય પર ભાર મુકવો શંકરાચાર્યજીએ જરુરી ગણાવ્યો... સાથે જ સંપ્રદાયના નામે ચાલતા પાખંડો અને સંપ્રદાયોમાં બની બેઠેલા ગુરુઓના વૈભવી જીવન પર પણ શંકરાચાર્ય સદાનંદ સરરસ્વતીજીએ અનેક સવાલ ઉઠાવ્યા... રાજનીતિ, સમાજનીતિ અને ધર્મનીતિ સંદર્ભે શંકરાચાર્યજીએ એબીપી અસ્મિતા સાથે કરેલી વાતચીતમાં અનેક મુદ્દાઓ શાસ્ત્રો અને સનાતન સંસ્કૃતિના ઉલ્લેખ સાથે સ્પષ્ટ કર્યા છે... જોઈએ દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યજી સાથે એક્સક્લુસિવ વાત















